IND vs NZ:શુભમન ગિલ નર્વસ નાઈન્ટીઝનો બન્યો શિકાર;નવો રેકોર્ડ રચવામાં ફક્ત 2 રન ચુકી ગયો

જેકબ ડફીએ 125મી ઓવરમાં ગિલને માત્ર 98 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શુભમન ગિલની ન્યૂઝીલેન્ડમાં આ ડેબ્યુ ટેસ્ટ મેચ છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 21 Nov 2026 01:53 PM (IST)Updated: Sat, 21 Nov 2026 01:53 PM (IST)
ind-vs-nz-shubman-gill-fell-victim-to-nervous-nineties-missed-setting-a-new-record-by-just-2-runs

IND vs NZ:ભારતના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારતા ટીમ ઈન્ડિયાને ટેસ્ટ મેચમાં ઊંચો સ્કોર ખડકવામાં સફળતા મેળવી છે. જોકે કેપ્ટન શુભમન ગિલ સદી ફટકારવામાં સફળ રહ્યો નથી. ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ખાતે રમાઈ રહેલી મેચમાં ગિલ 98 રનના સ્કોર પર આઉટ થતા ફક્ત બે રનથી સદી ચુકી ગયો હતો.

જ્યારે જેકબ ડફીએ 125મી ઓવરમાં ગિલને માત્ર 98 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શુભમન ગિલની ન્યૂઝીલેન્ડમાં આ ડેબ્યુ ટેસ્ટ મેચ છે અને જો તે આજે સદી ફટકારવામાં સફળ રહ્યો હોત તો તે પોતાના નામથી એક રેકોર્ડ બનાવી દીધો હોત.

આ સમાચાર પણ વાંચોઃ RCB Team 2027: RCB એ 20 ખેલાડીઓને કર્યા રિટેન: જેકોબ બેથલ સહિત 6 પ્લેયરને પડતા મુકાયા; 14.15 કરોડના પર્સ સાથે ગોવા ઓક્શનમાં ઉતરશે.

ગિલ બે રનથી સદી ચુક્યો, નર્વસ નાઈન્ટીઝનો ભોગ બન્યો

ગિલ તેની સદીથી ફક્ત બે રન પાછળ રહેતા નર્વસ નાઈન્ટીઝનો ભોગ બન્યો છે. આ બાબતમાં મોખરાના સ્થાને ધોની છે,જે ચાર વખત નર્સવ નાઈન્ટીઝનો શિકાર થયો છે, ત્યારબાદ સચિન બે વખત આઉટ થયો હતો. ગિલે હવે નારી કોન્ટ્રેક્ટર, મંસૂર અલી ખાન પટોડી, અજીત વાડેકર, કપિલ દવ, મોહમ્મદ અઝરુદ્દીન, સૌરવ ગાંગુલ, રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી જેવા નર્વસ નાઈન્ટીઝનો શિકાર થયેલ ખેલાડીમાં સ્થાન હાંસલ કરી લીધુ છે.

અઝરુદ્દીન અને ગાવસ્કરના નામે છે રેકોર્ડ

જોકે, ગિલે પોતાનું નામ એક એવી યાદીમાં પણ ઉમેરી દીધુ છે કે જે તેના માટે શાનદાર બાબત છે. ન્યૂઝીલેન્ડમાં કોઈ પણ ભારતીય કેપ્ટનની ટેસ્ટમાં આ ચોથો સૌથી મોટો સ્કોર છે. પ્રથમ સ્થાન પર અઝરુદ્દીન છે,જેણે વર્ષ 1990માં ઓકલેન્ડમાં 192 રન બનાવ્યા હતા. ત્યારબાદ સુનીલ ગાવસ્કરે 103 રન બનાવ્યા હતા.તેમણે વર્ષ 1976માં 116 રન બનાવ્યા હતા. ત્યારબાદ ફરીથી અઝરુદ્દીન આવે છે, જેણે વર્ષ 1998માં વેલિંગ્ટનમાં નોટઆઉટ 103 રન બનાવ્યા હતા. ત્યારપછી ગિલનું નામ આવે છે. જો ગિલ સદી ફટકારવામાં સફળ રહ્યો હોત તો તે ભારતનો ત્રીજો એવો કેપ્ટન બની ગયો હોત કે જેણે કોઈ મેચમાં આ પર્ફોમન્સ દર્શાવ્યું હોત.