RCB Team 2027: RCB એ 20 ખેલાડીઓને કર્યા રિટેન: જેકોબ બેથલ સહિત 6 પ્લેયરને પડતા મુકાયા; 14.15 કરોડના પર્સ સાથે ગોવા ઓક્શનમાં ઉતરશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 ની હરાજી પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ પોતાની ટીમની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મોટા ભાગના ખેલાડીઓને રિટેન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 19 Nov 2026 03:00 PM (IST)Updated: Thu, 19 Nov 2026 03:00 PM (IST)
royal-challengers-bengaluru-retain-20-players-ahead-of-ipl-2027-auction

RCB Team 2027:ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 ની હરાજી પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ પોતાની ટીમની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મોટા ભાગના ખેલાડીઓને રિટેન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રિટેન્શનની આખરી તારીખ 17 નવેમ્બર 2026 ના રોજ આરસીબીએ કુલ 20 ખેલાડીઓને પોતાની ટીમમાં જાળવી રાખ્યા છે, જ્યારે 6 ખેલાડીઓને ટીમમાંથી રીલીઝ કર્યા છે. આ સાથે જ 16 ડિસેમ્બરના રોજ ગોવા ખાતે યોજાનાર આઈપીએલ 2027 ઓક્શનમાં ફ્રેન્ચાઇઝી 14.15 કરોડ રૂપિયાના પર્સ સાથે મેદાનમાં ઉતરશે. RCB એ પોતાના સોશિયલ મીડિયા પેજ પર તેલગુ ભાષામાં પોસ્ટ મૂકી પોતે જાળવી રાખેલી ટીમનો ફોટો મૂક્યો છે.

6 ખેલાડીઓને કર્યા રીલીઝ, 9.15 કરોડ રૂપિયા ફ્રી થયા

આરસીબી દ્વારા રીલીઝ કરાયેલા ખેલાડીઓમાં ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર જેકોબ બેથલ (2.6 કરોડ રૂપિયા), મંગેશ યાદવ (5.2 કરોડ રૂપિયા), સ્વપ્નિલ સિંહ (50 લાખ રૂપિયા), સાત્વિક દેશવાલ (30 લાખ રૂપિયા), વિહાન મલ્હોત્રા (30 લાખ રૂપિયા) અને રિચાર્ડ ગ્લીસન (1.6 કરોડ રૂપિયા - જે નુવાન થુશારાના રિપ્લેસમેન્ટ તરીકે જોડાયા હતા) નો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને રીલીઝ કરવાથી ફ્રેન્ચાઇઝી પાસે 9.15 કરોડ રૂપિયાની રકમ ફ્રી થઈ છે.

આ સમાચાર પણ વાંચોઃ Gujarat Titans Team: IPL 2027 માટે ગુજરાત ટાઇટન્સે શાહરૂખ ખાન સહિત 6 ખેલાડીને બહાર કર્યા, આ 22 ખેલાડીઓને કર્યા રિટેન

જેકોબ બેથલને રીલીઝ કરવા અંગે ખુલાસો

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર જેકોબ બેથલને રીલીઝ કરવાનો નિર્ણય ચર્ચામાં રહ્યો હતો. આ અંગે આરસીબીના ક્રિકેટ ડાયરેક્ટર મો બોબેટ (Mo Bobat) એ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, "દુર્ભાગ્યવશ જેકોબને ઘૂંટણની ઇજા ફરીથી થઈ છે અને આ તબક્કે નિયત સમયમર્યાદામાં તેની વાપસી અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને કારણે આગામી આઈપીએલ સિઝનમાં તેની ઉપલબ્ધતા સામે જોખમ હતું. તેથી ખૂબ જ ભારે હૃદયે અમે તેને રીલીઝ કરવાનો નિર્ણય લીધો છે."

ઓક્શન પર્સ અને ખાલી સ્લોટ

આરસીબી ઓક્શનમાં 14.15 કરોડ રૂપિયાના કુલ પર્સ સાથે ઉતરશે. આરસીબી 111.4 કરોડ ખેલાડીઓ પાછળ ખર્ચી ચૂક્યું છે. ટીમ પાસે ઓક્શનમાં ભરવા માટે 5 સ્લોટ ખાલી છે, જેમાં 1 વિદેશી ખેલાડી (Overseas Player) નો સ્લોટ સામેલ છે. વર્તમાન સ્ક્વોડમાં 7 વિદેશી ખેલાડીઓ અગાઉથી જ ઉપલબ્ધ હોવાથી ગોવા ઓક્શનમાં આરસીબી 1 અંતિમ વિદેશી ખેલાડી ખરીદીને પોતાની 25 ખેલાડીઓની ટીમ પૂર્ણ કરશે.

રિટેન કરાયેલા 20 ખેલાડીઓની સંપૂર્ણ યાદી

આરસીબીએ પોતાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, રજત પાટીદાર, ભુવનેશ્વર કુમાર અને ફિલ સોલ્ટ સહિત 20 ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમા અભિનંદન સિંહ, ભુવનેશ્વર કુમાર, દેવદત્ત પડિક્કલ, જેકોબ ડફી, જિતીશ શર્મા, જોર્ડન કોક્સ, જોશ હેઝલવુડ, કનિષ્ક ચૌહાણ, કૃણાલ પંડ્યા, નુવાન થુશારા, ફિલ સોલ્ટ, રજત પાટીદાર, રસિખ દાર, રોમારિયો શેપર્ડ, સુયશ શર્મા, ટિમ ડેવિડ, વેંકટેશ અય્યર, વિકી ઓસ્તવાલ, વિરાટ કોહલી, યશ દયાલ.