TATA IPL 2027 Player Retentions announced: IPL 2027માં ગુજરાત ટાઈટન્સની ટીમમાં કોણ કોણ હશે તે નક્કી થઈ ગયું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 ની આગામી સિઝન પહેલાં ગુજરાત ટાઇટન્સ (GT) એ પોતાની ટીમનું મજબૂત કોર જાળવી રાખતાં કુલ 22 ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવાની સત્તાવાર જાહેરાત કરી છે. ટીમનું નેતૃત્વ ભારતના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલના હાથમાં જ રહેશે.
ફ્રેન્ચાઇઝીએ અનુભવી આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ, ભારતીય ખેલાડીઓ અને યુવાન ટેલેન્ટનું શાનદાર સંતુલન બનાવી રાખીને 22 ખેલાડીઓને રિટેન કર્યા છે, જ્યારે ટ્રેડ ડીલ હેઠળ અનુભવી ફાસ્ટ બોલર હર્ષલ પટેલનો ટીમમાં સમાવેશ કર્યો છે. જ્યારે શાહરૂખ ખાન સહિત છ ખેલાડીઓને બહાર કર્યા છે.
રિટેન કરાયેલા ખેલાડીઓની સંપૂર્ણ યાદી
બેટ્સમેન: શુભમન ગિલ (કેપ્ટન), સાંઇ સુદર્શન, જોસ બટલર, ટોમ બેન્ટન, અનુજ રાવત, કુમાર કુશાગ્ર.
ઓલરાઉન્ડર્સ: ગ્લેન ફિલિપ્સ, જાસન હોલ્ડર, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવતિયા, સાઈ કિશોર, નિશાંત સિંધુ.
બોલર્સ: કાગીસો રબાડા, મહંમદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, રાશિદ ખાન, હર્ષલ પટેલ (ટ્રેડ), ગુરનૂર બ્રાર, અર્શદ ખાન, અશોક શર્મા, માનવ સુથાર, જયંત યાદવ.
ખેલાડીઓને કર્યા રીલીઝ
ગુજરાત ટાઇટન્સે IPL 2027 ની હરાજી પહેલાં શાહરૂખ ખાન, પૃથ્વીરાજ યારા, કુલવંત ખેજરોલિયા, લ્યુક વૂડ, ઇશાંત શર્મા અને કોનર એસ્ટરહુઇઝન જેવા ખેલાડીઓને રીલીઝ કર્યા છે.
ગુજરાત ટાઇટન્સ આગામી ઓક્શનમાં 3 ખાલી સ્લોટ ભરવા માટે 8.75 કરોડ રૂપિયાના પર્સ સાથે મેદાનમાં ઉતરશે.
શુભમન ગિલ અને સાંઇ સુદર્શનનું IPL 2026 માં ધમાકેદાર પ્રદર્શન
છેલ્લી સિઝન (IPL 2026) માં ગુજરાત ટાઇટન્સના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ અદ્ભુત પ્રદર્શન કર્યું હતું.
શુભમન ગિલ: કેપ્ટન શુભમન ગિલે 16 મેચોમાં 1 સેન્ચુરી અને 6 હાફ-સેન્ચુરીની મદદથી કુલ 732 રન બનાવ્યા હતા.
સાંઇ સુદર્શન: યુવાન બેટ્સમેન સાંઇ સુદર્શને પણ શાનદાર ફોર્મ જાળવી રાખીને 1 સેન્ચુરી અને 8 હાફ-સેન્ચુરી સાથે કુલ 722 રન ફટકાર્યા હતા.
બોલિંગ લાઇન-અપ મજબૂત
ગુજરાત ટાઇટન્સનું પેસ અને સ્પિન આક્રમણ અત્યંત સંતુલિત અને ઘાતક નજરે પડે છે.
કાગીસો રબાડા: સાઉથ આફ્રિકાના ઝડપી બોલર કાગીસો રબાડાએ IPL 2026 માં અદ્ભુત બોલિંગ કરતાં 29 વિકેટ ઝડપીને પર્પલ કેપ પોતાના નામે કરી હતી.
મહંમદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને રાશિદ ખાન: ટીમમાં ભારતીય પેસ એટેક તરીકે મહંમદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા સામેલ છે, જ્યારે અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન સ્પિન વિભાગની આગેવાની કરશે.
હર્ષલ પટેલની ટ્રેડ એન્ટ્રી: ડેથ ઓવર્સના નિષ્ણાત અને પર્પલ કેપ વિજેતા હર્ષલ પટેલને ટ્રેડ ડીલ મારફતે ટીમમાં જોડીને બોલિંગને વધુ મજબૂત કરવામાં આવી છે.
ઓલરાઉન્ડર્સ અને બેટિંગ ડેપ્થ
ટીમમાં જાસન હોલ્ડર, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવતિયા, સાઈ કિશોર અને નિશાંત સિંધુ જેવા અનુભવી ઓલરાઉન્ડર્સ સામેલ છે. વિકેટકીપર-બેટ્સમેન તરીકે જોસ બટલર, ટોમ બેન્ટન, અનુજ રાવત અને કુમાર કુશાગ્રને રિટેન કરવામાં આવ્યા છે.
