BCCIએ જાહેર કર્યો ગોવા ઓક્શનનો સમય, 16 ડિસેમ્બરે સવારે 11 વાગ્યાથી લાગશે ખેલાડીઓ પર બોલી

BCCI એ IPL 2027 ઓક્શનનો સમય જાહેર કર્યો છે. 16 ડિસેમ્બરે ગોવામાં સવારે 11 વાગ્યાથી હરાજી શરૂ થશે. જાણો એમએસ ધોનીની નિવૃત્તિ અને તમામ 10 ટીમોના રિટેન ખેલાડીઓની યાદી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 18 Nov 2026 11:41 PM (IST)Updated: Wed, 18 Nov 2026 11:41 PM (IST)
bcci-announces-timing-for-goa-auction-bidding-for-players-to-begin-at-11-am-on-december-16

IPL 2027 Auction Time: ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી હવે નજીક આવી ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ટાટા IPL 2027ના પ્લેયર ઓક્શનની તારીખ અને સ્થળ બાદ હવે તેના સત્તાવાર સમયની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 16 ડિસેમ્બર, 2026ના રોજ ગોવામાં ખેલાડીઓની હરાજી થશે. IPLના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાહેર કરાયેલી વિગતો મુજબ, આ હરાજી ભારતીય સમય અનુસાર સવારે 11:00 વાગ્યાથી શરૂ થશે.

એક જ દિવસે ક્રિકેટનો ડબલ ધમાકો

16 ડિસેમ્બરનો દિવસ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ રહેવાનો છે. એક તરફ સવારે 11 વાગ્યાથી ગોવામાં તમામ 10 ફ્રેન્ચાઈઝીઓ પોતાના મનપસંદ ખેલાડીઓને ખરીદવા માટે કરોડોની બોલી લગાવશે, તો બીજી તરફ આ જ દિવસે બેંગલુરુના મેદાન પર ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે મુકાબલો પણ રમાવાનો છે. બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, આગામી મોટી બોલી માટે મંચ સંપૂર્ણપણે તૈયાર છે.

હરાજી પહેલા માહીની વિદાયથી ચાહકો ભાવુક

આ વખતની હરાજી અગાઉની તમામ સિઝન કરતા અલગ અને થોડી ભાવુક કરી દેનારી રહેશે. રિટેન્શન લિસ્ટ જાહેર થાય તે પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ જગતના દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ધોની IPL 2025ની સિઝનમાં એક પણ મેચ રમ્યા નહોતો, ત્યારથી જ તેની નિવૃત્તિની અટકળો તેજ બની હતી. આખરે તેણે લીગને અલવિદા કહી દેતા હવે પહેલીવાર ધોનીની ગેરહાજરીમાં ઓક્શન ટેબલ પર રણનીતિ બનતી જોવા મળશે.

ટ્રેડ અને રિટેન્શનમાં જોવા મળ્યા મોટા ઉલટફેર

ઓક્શન પહેલા તમામ 10 ટીમોએ પોતપોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. આ વખતે ઘણી ટીમોએ ચોંકાવનારા નિર્ણયો લેતા મોટા નામોને રિલીઝ કર્યા છે, જ્યારે કેટલાક સ્ટાર ખેલાડીઓ ટ્રેડ વિન્ડો દ્વારા નવી ટીમમાં જોડાયા છે. ખાસ કરીને હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સ તરફથી રમતો જોવા મળશે, જ્યારે સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પમાં સામેલ થયો છે.

IPL 2027 માટે તમામ 10 ટીમોના રિટેન કરાયેલા ખેલાડીઓની સંપૂર્ણ યાદી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)

વિરાટ કોહલી, રજત પાટીદાર, ફિલ સોલ્ટ, જોશ હેઝલવુડ, ભુવનેશ્વર કુમાર, કૃણાલ પંડ્યા, વેંકટેશ અય્યર, ટિમ ડેવિડ, જિતેશ શર્મા, દેવદત્ત પડિક્કલ, રોમારિયો શેફર્ડ, સુયશ શર્મા, યશ દયાલ, રસિક ડાર, નુવાન તુષારા, જેકબ ડફી, જોર્ડન કોક્સ, અભિનંદન સિંહ, કનિષ્ક ચૌહાણ અને વિકી ઓસ્વાલ.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)

રુતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, શિવમ દુબે, લિયામ લિવિંગસ્ટોન, નૂર અહમદ, ડેવાલ્ડ બ્રેવિસ, રાહુલ ચાહર, અકીલ હુસૈન, જેમી ઓવરટન, સરફરાઝ ખાન, આયુષ મ્હાત્રે, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, શ્રેયસ ગોપાલ, ઉર્વિલ પટેલ, કાર્તિક શર્મા, ગુરજપનીત સિંહ, જેક એડવર્ડ્સ અને રામકૃષ્ણ ઘોષ.

મુંબઈ ઈન્ડિયન્સ (MI)

રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, તિલક વર્મા, અર્શદીપ સિંહ, ક્વિન્ટન ડી કોક, મિચેલ સેન્ટનર, વિલ જેક્સ, શાર્દુલ ઠાકુર, નમન ધીર, રેયાન રિકલ્ટન, શેરફેન રધરફોર્ડ, કોર્બિન બોશ, અશ્વિની કુમાર, રઘુ શર્મા અને રાજ અંગદ બાવા.

ગુજરાત ટાઈટન્સ (GT)

શુભમન ગિલ, રાશિદ ખાન, જોસ બટલર, સાઈ સુદર્શન, મોહમ્મદ સિરાજ, કગિસો રબાડા, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવટિયા, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષલ પટેલ, જેસન હોલ્ડર, સાઈ કિશોર, ટોમ બેન્ટન, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, નિશાંત સિંધુ, જયંત યાદવ, મોહમ્મદ અરશદ ખાન, માનવ સુથાર અને ગુરનૂર બરાડ.

દિલ્હી કેપિટલ્સ (DC)

ઋષભ પંત, કેએલ રાહુલ, અક્ષર પટેલ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, પૃથ્વી શો, મુકેશ કુમાર, લુંગી એનગિડી, કાયલ જેમિસન, આશુતોષ શર્મા, સમીર રિઝવી, આકિબ ડાર, માધવ તિવારી, ટી વિજય, વિપરાજ નિગમ અને જીશાન અન્સારી.

રાજસ્થાન રોયલ્સ (RR)

યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, મોહમ્મદ શમી, રવિ બિશ્નોઈ, વૈભવ સૂર્યવંશી, નાન્દ્રે બર્ગર, ડોનોવાન ફરેરા, દાસુન શનાકા, સંદીપ શર્મા, શુભમ દુબે, લુહાન ડ્રી પ્રિટોરિયસ, અમન રાવ પેરાલા, યશ રાજ પૂંજા, મનિમારન સિદ્ધાર્થ, બ્રીજેશ શર્મા અને સુશાંત મિશ્રા.

પંજાબ કિંગ્સ (PBKS)

શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાનસેન, શશાંક સિંહ, પ્રભસિમરન સિંહ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, હરપ્રીત બરાર, બેન ડ્વારહુઈસ, કૂપર કોનોલી, પ્રિયાંશ આર્ય, મુશીર ખાન, હરનૂર પન્નુ, સૂર્યાંશ શેડગે, વિષ્ણુ વિનોદ, વૈશાક વિજયકુમાર, ઝેવિયર બાર્ટલેટ અને યશ ઠાકુર.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)

રિંકુ સિંહ, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, કેમરન ગ્રીન, હર્ષિત રાણા, ફિન એલન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, અંગકૃષ રઘુવંશી, રમનદીપ સિંહ, ટિમ સીફર્ટ, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી, અનુકૂલ રોય, પ્રશાંત સોલંકી, સાર્થક રંજન અને સૌરભ દુબે.

સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)

પેટ કમિન્સ, હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, ટી નટરાજન, ખલીલ અહમદ, નાથન એલિસ, બ્રાયડન કાર્સ, અનિકેત વર્મા, સ્મરણ રવિચંદ્રન, સલીલ અરોરા, હર્ષ દુબે, એહસાન મલિંગા, ક્રેન્સ ફુલેત્રા, પ્રફુલ હીંગે, સાકિબ હુસૈન અને શિવાંગ કુમાર.

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)

નિકોલસ પૂરન, કુલદીપ યાદવ, મિચેલ માર્શ, એડન માર્કરામ, સેમ કરન, મયંક યાદવ, આયુષ બદોની, જોશ ઈંગ્લિસ, મોહસીન ખાન, શાહબાઝ અહમદ, અબ્દુલ સમદ, અર્જુન તેંડુલકર, આકાશ સિંહ, અક્ષત રઘુવંશી, અર્શિન કુલકર્ણી, દિગ્વેશ રાઠી, મુકુલ ચૌધરી અને પ્રિન્સ યાદવ.