Virat Kohli Breaks Silence On Bengaluru Stampede: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની IPL 2025 ની પ્રથમ ટ્રોફી જીત બાદ મળેલી ખુશી ગણતરીના કલાકોમાં જ શોકમાં બદલાઈ ગઈ હતી. 4 જૂનના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ઉજવણી દરમિયાન થયેલી ભાગદડમાં 11 લોકોના કરુણ મોત થયા હતા અને અનેક ચાહકો ઈજાગ્રસ્તો થયા હતા. આ દુઃખદ ઘટનાના લગભગ ત્રણ મહિના સુધી મૌન રહ્યા બાદ RCB ના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ પહેલીવાર આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે.
જીવનમાં ક્યારેક એવા પળો આવે છે….
RCB એ તેના સોશિયલ મીડિયા એક્સ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિરાટ કોહલીનું ભાવુક નિવેદન શેર કર્યું છે. કોહલીએ જણાવ્યું હતું કે જીવનમાં ક્યારેક એવા પળો આવે છે જેના માટે તમે બિલકુલ તૈયાર હોતા નથી. 4 જૂન પણ એવો જ દિવસ હતો. અમારી ફ્રેન્ચાઇઝી માટે જે દિવસ સૌથી આનંદભર્યો હોવો જોઈતો હતો, તે એક દુઃખદ ઘટનામાં બદલાઈ ગયો.
તેમણે આગળ કહ્યું કે હું તે તમામ પરિવારો માટે પ્રાર્થના કરું છું જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા અને તે ચાહકો માટે જેઓ ઘાયલ થયા. તમારું દર્દ હવે અમારી કહાણીનો ભાગ છે. અમે બધા સાથે મળીને આગળ વધીશું અને પહેલા કરતા વધુ સંવેદનશીલ અને જવાબદાર રહીશું.
“Nothing in life really prepares you for a heartbreak like June 4th. What should’ve been the happiest moment in our franchise’s history… turned into something tragic. I’ve been thinking of and praying for the families of those we lost… and for our fans who were injured. Your… pic.twitter.com/nsJrKDdKWB
— Royal Challengers Bengaluru (@RCBTweets) September 3, 2025
ઉલ્લેખનીય છે કે પહેલા RCB એ ગયા મહિને જ 'RCB Cares' પહેલ હેઠળ અકસ્માતમાં જીવ ગુમાવનાર દરેક પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી હતી. આ મામલે ન્યાયિક તપાસના પણ આદેશ આપવામાં આવ્યા હતા, જેના પછી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધી કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઈ નથી. આ ઘટનાએ ફ્રેન્ચાઇઝી અને તેના પ્રશંસકો માટે સૌથી ખુશહાલ ક્ષણને એક દુર્ઘટનામાં બદલી નાખી હતી.