Virat Kohli Car Collection: ભારતીય ટીમના લોકપ્રિય ક્રિકેટરોમાંથી એક વિરાટ કોહલીએ હાલમાં જ પોતાના ગેરેજમાં બે નવી કાર ઉમેરી છે. તેઓ ભારતમાં ઓડીના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમના કલેક્શનમાં ઘણી મોંઘી અને એક્સોટિકા કાર છે. એવું લાગે છે કે વિરાટ હવે ધીમે ધીમે અન્ય બ્રાન્ડની કાર તરફ પણ આગળ વધી રહ્યો છે. તેને તાજેતરમાં જાહેરમાં લેન્ડ રોવેલ ડિફેન્ડર અને BMW iX1 EV સાથે જોવામાં આવ્યો હતો.
Cars For You તેની યુટ્યુબ ચેનલ પર વીડિયો પણ શેર કર્યો હતો. વિરાટ કોહલી આ વીડિયોમાં લેન્ડ રોવર ડિફેન્ડર એસયુવી માંથી બહાર ઉતરતો જોવા મળી રહ્યો છે. તરત જ તેની રાહ જોઈ રહેલા ફોટોગ્રાફર્સ તેને ઘેરી લે છે અને અંદર જતા પહેલા તેની તસવીરો લેવા વિનંતી કરે છે.
વિરાટે બ્લોગર અને પાપારાઝીને કહ્યું કે, તેને મોડું થઈ રહ્યું છે. જો કે, તે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપે છે અને બાદમાં તેને પીછો કરવાનો ના પાડે છે. વીડિયોમાં દેખાતી SUV લેન્ડ રોવર ડિફેન્ડર 110 છે. આ SUVનું 5-દરવાજાનું વર્ઝન છે, જે ઓફ-રોડ ક્ષમતાઓ સાથે સમાધાન કર્યા વિના તમામ લકઝરી ફીચર્સ સાથે આવે છે.
ફિચર્સ વિશે જાણો
તેમાં 12.3-ઇંચનું ફુલી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, હેડ-અપ ડિસ્પ્લે, વાયરલેસ ફોન ચાર્જર, કનેક્ટેડ કાર ફીચર્સ, મેરિડીયનની પ્રીમિયમ સ્પીકર સિસ્ટમ, ઇલેકિટ્રકલી એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ્સ, ઇલેકટ્રોનિક એર સસ્પેન્શન જેવી સુવિધાઓ છે. આ સિવાય 360-ડિગ્રી કેમેરા, હીટેડ ફ્રન્ટ સીટ, બ્લાઈન્ડ-સ્પોટ આસિસ્ટ, ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર, 6 એરબેગ્સ, ABS, ટ્રેક્શન કંટ્રોલ, લેધર અપહોલ્સ્ટરી, રબર ફ્લોરિંગ જેવા ફિચર છે.
એન્જિન પાવરટ્રેન અને કિંમત
લેન્ડ રોવર ડિફેન્ડર 2.0-લિટર અને 3.0-લિટર પેટ્રોલ એન્જિન તેમજ 3.0-લિટર ડીઝલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. લેન્ડ રોવરે ડિફેન્ડર 110 અને 90 બંને વર્ઝન માટે 5.0-લિટર V8 પેટ્રોલ એન્જિન વિકલ્પ પણ રજૂ કર્યો છે. નવા લેન્ડ રોવરની કિંમત રૂપિયા 1.04 કરોડ એક્સ-શોરૂમથી શરૂ થાય છે અને રૂપિયા 1.57 કરોડ એક્સ-શોરૂમ સુધી જાય છે.
લેન્ડ રોવર ડિફેન્ડર 130 ની કિંમત
લેન્ડ રોવર ભારતમાં ડિફેન્ડરનું એક એક્સટેન્ડેડ વ્હીલ બેઝ વેરિઅન્ટ પણ વેચે છે. ડિફેન્ડર 130 માં 130 ઇંચનો મોટો વ્હીલ બેઝ મળે છે, જે તેને અહીં વેચવામાં આવેલ સૌથી લાંબો ડિફેન્ડર બનાવે છે. લેન્ડ રોવર ડિફેન્ડર 130ની એક્સ-શોરૂમ કિંમત 1.41 કરોડ રૂપિયાથી શરૂ થાય છે.
BMW iX1 માં કપલ જોવા મળ્યું
BMW iX1 લોકપ્રિય X1 એન્ટ્રી-લેવલ SUV પર આધારિત છે. સ્પષ્ટ કારણોસર BMW iX1 ની બાહ્ય ડિઝાઇન X1 જેવી જ છે. આ વીડિયોમાં આપણે વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા બંનેને કારની બહાર જોઈ શકીએ છીએ. કપલ એક રેસ્ટોરન્ટની મુલાકાત લઈ રહ્યા હતા જ્યારે બ્લોગરે તેમને જોયા હતા. આ ઇલેક્ટ્રિક એસયુવી ગયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી અને તે ગ્રે, સિલ્વર, બ્લેક અને વ્હાઇટ શેડ્સ માં ઉપલબ્ધ છે. વીડિયોમાં દેખાતી SUV ગ્રે રંગની છે.
મસાજ ફંક્શન વાલી ફ્રન્ટ વાળી સીટ
આ એક લકઝરી EV છે અને તે ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, મસાજ ફંક્શન સાથે ફ્રંટ સીટ, 12-સ્પીકર હર્મન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ, 6 એમ્બિયન્ટ લાઇટિંગ મોડ્સ અને પેનોરમિક સનરૂફ જેવી સુવિધાઓ સાથે આવે છે.
બેટરી પેક, સ્પીડ, રેન્જ અને કિંમત
ઇલેક્ટ્રિક એસયુવી 66.4 kWh બેટરી પેકનો ઉપયોગ કરે છે, જે 313hp પાવર અને 494Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. ઇલેક્ટ્રિક એસયુવી માત્ર 5.6 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે. તેની દાવો કરેલ ડ્રાઇવિંગ રેન્જ 440 કિમી છે. છે. નવી BMW iX1ની કિંમત રૂપિયા 66.90 લાખ એક્સ-શોરૂમ થી શરૂ થાય છે.