સૌથી ઝડપી સદી અને બેવડી સદીથી લઈને સૌથી વધુ સિક્સર સુધી.. ODI ક્રિકેટમાં 'Boss Baby' વૈભવે રચ્યા અનેક વિક્રમ

વૈભવ સૂર્યવંશીએ UAE સામેની મેચમાં માત્ર 16 બોલમાં અડધી સદી, 28 બોલમાં સદી અને 52 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 24 Nov 2026 07:25 PM (IST)Updated: Tue, 24 Nov 2026 07:25 PM (IST)
vaibhav-sooryavanshi-cricket-records-in-list-a-odi-cricket-fastest-century-fastest-double-century-most-sixes

Vaibhavi Suryavanshi Cricket Records: ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 માં UAE સામેની મેચમાં માત્ર 52 બોલમાં 204 રનની ઐતિહાસિક ઈનિંગ રમી, જેમાં 7 ચોગ્ગા અને 28 છગ્ગાનો સામેલ હતા. આ સાથે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ લિસ્ટ-A ક્રિકેટ સહિત ક્રિકેટ ઈતિહાસમાં અનેક રેકોર્ડ નોંધાવ્યા છે.

53 બોલમાં 204 રનની વિસ્ફોટક ઈનિંગ

વૈભવ સૂર્યવંશીએ UAE સામેની મેચમાં આક્રમક બેટિંગ કરતા માત્ર 16 બોલમાં અડધી સદી, 28 બોલમાં સદી અને 52 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી. વૈભવ 53 બોલમાં 204 રન પર આઉટ થયો, આ ઈનિંગમાં તેણે 7 ચોગ્ગા અને 28 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવની વિસ્ફોટક ઇનિંગની મદદથી ભારત-A ટીમે માત્ર 14.2 ઓવરમાં 250 રનનો લક્ષ્યાંક હાંસલ કરી 7 વિકેટથી મેચ જીતી હતી.

UAE સામે ઈન્ડિયા A ટીમની મોટી જીત

દોહામાં મંગળવારે રમાયેલી ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 ની મેચમાં વૈભવ સૂર્યવંશીએ UAE ટીમના બોલરો સામે આક્રમક બેટિંગ કરી હતી. તેણે માત્ર 53 બોલમાં 204 રન બનાવ્યા, તેનો સ્ટ્રાઇક રેટ 384.90 રહ્યો હતો. વૈભવની આ ઈનિંગમાં 7 ચોગ્ગા અને 28 છગ્ગા સામેલ હતા.

વૈભવે 16 બોલમાં ફિફ્ટી, 28 બોલમાં સદી અને માત્ર 52 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી. ભારત-A ટીમે UAE દ્વારા આપવામાં આવેલા 250 રનના લક્ષ્યાંકનો પીછો કરીને 7 વિકેટે જીત મેળવી હતી. વૈભવની આ ઈનિંગ માત્ર એક મોટો સ્કોર નહોતી, પરંતુ તેણે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

વૈભવ સૂર્યવંશીએ નોંધાવ્યા મોટા રેકોર્ડ

1. લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી | Fastest Double Century in List A Cricket

વૈભવ સૂર્યવંશીએ માત્ર 52 બોલમાં 200 રન પૂરા કરીને લિસ્ટ-A ક્રિકેટ અને ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના ચાડ બોવ્સના નામે હતો, તેણે વર્ષ 2024માં કેન્ટરબરી તરફથી ઓટાગો સામે રમતી વખતે 103 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી.

લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદીના રેકોર્ડ

  • 52 બોલ - વૈભવ સૂર્યવંશી (ભારત-A vs UAE, 2026)
  • 103 બોલ - ચાડ બોવ્સ (કેન્ટરબરી vs ઓટાગો, 2024)
  • 114 બોલ - એન. જગદીશન (તમિલનાડુ vs અરુણાચલ, 2022)
  • 114 બોલ - હેરી બ્રુક (ઇંગ્લેન્ડ vs શ્રીલંકા, 2026)

2. લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી | Fastest Century in List A Cricket

વિસ્ફોટક વૈભવ સૂર્યવંશીએ પોતાની આક્રમક રમતથી સતત બોલને બાઉન્ડ્રીની પાર મોકલતા UAE A ટીમ સામે ઈતિહાસ રચ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ 14 સિક્સર અને 4 ફોર મદદથી માત્ર 28 બોલમાં સદી પૂરી કરી હતી. આ સાથે જ વૈભવ લિસ્ટ A ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાના જેક-ફ્રેઝર મેકગર્કનો રેકોર્ડ તોડ્યો છે.

લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી સદીના રેકોર્ડ

  • વૈભવ સૂર્યવંશી: 28 બોલ (ભારત A vs UAE, 2026)
  • જેક ફ્રેઝર-મેકગર્ક: 29 બોલ (સાઉથ ઓસ્ટ્રેલિયા vs તાસ્માનિયા, 2023-24)
  • એબી ડી વિલિયર્સ: 31 બોલ (દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ, 2014-15)
  • સાકિબુલ ગની: 32 બોલ (બિહાર vs અરુણાચલ પ્રદેશ, 2025-26)
  • ઈશાન કિશન: 33 બોલ (ઝારખંડ vs કર્ણાટક, 2025-26)

3. લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન | Fastest 150 Runs in List A Cricket

વૈભવ સૂર્યવંશીએ માત્ર 40 બોલમાં 150 રન પૂરા કરીને લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ પહેલા આ રેકોર્ડ વૈભવના નામે જ હતો. તેણે વર્ષ 2025માં બિહાર તરફથી અરુણાચલ પ્રદેશ સામે 59 બોલમાં 150 રન બનાવ્યા હતા. હવે UAE સામે માત્ર 40 બોલમાં આ આંકડો પાર કરીને તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. 

લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રનના રેકોર્ડ

  • વૈભવ સૂર્યવંશી - 40 બોલ (ભારત-A vs UAE, 2026)
  • વૈભવ સૂર્યવંશી - 59 બોલ (બિહાર vs અરુણાચલ પ્રદેશ, 2025)
  • એબી ડીવિલિયર્સ - 64 બોલ (દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ, 2015)
  • જોસ બટલર - 65 બોલ (ઈંગ્લેન્ડ vs નેધરલેન્ડ્સ, 2022) 

4. લિસ્ટ-A ક્રિકેટમાં એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા | Most Sixes in an Innings of List A Cricket

વૈભવ સૂર્યવંશીએ પોતાની ઈનિંગમાં 28 છગ્ગા ફટકારીને લિસ્ટ-A ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. પહેલા આ રેકોર્ડ ડી'આર્સીશોર્ટના નામે હતો, તેણે વર્ષ 2018માં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી ક્વીન્સલેન્ડ સામે રમતી વખતે 23 છગ્ગા ફટકાર્યા હતા. આ યાદીમાં બીવોનજેકબ્સ 21 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે. તેણે વર્ષ 2026 માં ઓકલેન્ડ તરફથી ઓટાગો સામે આ સિદ્ધિ મેળવી હતી.

5. પ્રોફેશનલ ક્રિકેટમાં એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા | Most Sixes in an Innings of Professional Cricket

15 વર્ષીય વૈભવે પ્રોફેશનલ ક્રિકેટ ઈતિહાસમાં કોઈપણ મેચની એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના રેકોર્ડમાં પણ નવો માપદંડ સ્થાપિત કર્યો છે. તેણે તન્મય અગ્રવાલના 26 છગ્ગાના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. તન્મયે વર્ષ 2024 માં રણજી ટ્રોફીની મેચમાં હૈદરાબાદ તરફથી અરુણાચલ પ્રદેશ સામે 26 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા કોલિન મુનરો અને ડી'આર્સી શોર્ટ બંનેએ પ્રોફેશનલ ક્રિકેટની એક ઈનિંગમાં 23-23 છગ્ગા ફટકાર્યા હતા.

એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ

  • 28 - વૈભવ સૂર્યવંશી (ભારત-A vs UAE, 2026) લિસ્ટ-A ક્રિકેટ
  • 26 - તન્મય અગ્રવાલ (હૈદરાબાદ vs અરુણાચલ પ્રદેશ, 2024) ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ
  • 23 - કોલિન મુનરો (ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ)
  • 23 - ડી'આર્સી શોર્ટ (સ્થાનિક ક્રિકેટ)
  • 22 - શફીકુલ્લાહ શિનવારી (ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ)

6. લિસ્ટ-A ક્રિકેટમાં સદી સાથે સૌથી વધુ સ્ટ્રાઈક રેટ | Highest Strike Rate with Century in List A cricket

વૈભવ સૂર્યવંશીએ UAE સામે 204 રન બનાવતી વખતે 384.90 સ્ટ્રાઈક રેટ નોંધાવ્યો હતો. આપેલી રેકોર્ડ યાદી મુજબ, લિસ્ટ-A ક્રિકેટમાં સદી ફટકારનાર બેટ્સમેનોમાં આ સૌથી વધુ સ્ટ્રાઇક રેટ છે.

  • 384.90 સ્ટ્રાઈક રેટ - વૈભવ સૂર્યવંશી 53 બોલમાં 204 રન (ભારત-A vs UAE, 2026)
  • 338.63 સ્ટ્રાઈક રેટ - એબી ડીવિલિયર્સ 44 બોલમાં 149 રન (દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ, 2015)
  • 328.94 સ્ટ્રાઈક રેટ - જેક ફ્રેઝર-મેકગર્ક 38 બોલમાં 125 રન (દક્ષિણ ઓસ્ટ્રેલિયા vs તાસ્માનિયા, 2023)

વૈભવની પ્રોફેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી | Vaibhav Fastest Century in Professional Cricket

UAE સામેની 28 બોલની સદીએ વૈભવની ઝડપી બેટિંગ કરવાની ક્ષમતાને ફરી સાબિત કરી છે. લિસ્ટ-A ક્રિકેટમાં વૈભવની આ સૌથી ઝડપી સદી છે. જોકે, T20 ક્રિકેટમાં પણ તેણે ઘણી ઝડપી સદી ફટકારી છે.

વૈભવની પ્રોફેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી

  • 28 બોલ - ભારત-A vs UAE, 2026 (લિસ્ટ-A)
  • 32 બોલ - ભારત-A vs UAE, 2025 (T20)
  • 35 બોલ - રાજસ્થાન રોયલ્સ vs ગુજરાત ટાઇટન્સ, 2025 (T20)
  • 36 બોલ - બિહાર vs અરુણાચલ પ્રદેશ, 2025 (લિસ્ટ-A)
  • 36 બોલ - રાજસ્થાન રોયલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ, 2026 (T20)
  • 58 બોલ - બિહાર vs મહારાષ્ટ્ર, 2025 (T20)

15 વર્ષની ઉંમરે વૈભવે નોંધાવ્યું રેકોર્ડ બુકમાં નામ

માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ UAE સામેની આ ઇનિંગથી ક્રિકેટ જગતમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. 16 બોલમાં ફિફ્ટીથી લઈને 52 બોલમાં બેવડી સદી સુધીની તેની સફરે અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે.

28 છગ્ગા અને 204 રનની આ ઇનિંગે વૈભવને લિસ્ટ-A ક્રિકેટના અનેક મહત્વના રેકોર્ડમાં ટોચના સ્થાને પહોંચાડ્યો છે. તેની આ ઐતિહાસિક ઇનિંગ ભારતીય ક્રિકેટમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.