Vaibhav Sooryavanshi Double Century: ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ રાઈઝિંગ સ્ટાર એશિયા કપ 2026 માં UAE સામે ઐતિહાસિક બેટિંગ કરીને લિસ્ટ A વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વૈભવે માત્ર 52 બોલમાં ડબલ સેન્ચુરી પૂરી કરી હતી, જેમાં 7 ચોગ્ગા અને 28 છગ્ગાનો સમાવેશ થાય છે.
52 બોલમાં બેવડી સદી ફટકારી રચ્યો ઈતિહાસ
UAE સામે રમાયેલી રાઈઝિંગ સ્ટાર એશિયા કપ 2026 ની મેચમાં ભારતીય A ટીમ તરફથી ઓપનર વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. લિસ્ટ A ક્રિકેટમાં પહેલા સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ અને પછી સૌથી ઝડપી ડબલ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ બનાવી વૈભવે ક્રિકેટ રસિકો અને સમગ્ર ક્રિકેટ જગતમાં સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.
વૈભવ સૂર્યવંશીએ માત્ર 52 બોલમાં બેવડી સદી પૂરી કરીને લિસ્ટ A વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી ડબલ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વૈભવ 53 બોલમાં 204 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 28 છગ્ગા ફટકાર્યા હતા. તેની આ ઈનિંગમાં ચોગ્ગા કરતાં છગ્ગાની સંખ્યા ઘણી વધારે રહી હતી.
16 બોલમાં ફિફ્ટી અને 28 બોલમાં સદી ફટકારી
યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની ઈનિંગની શરૂઆતથી જ UAE બોલરો પર પ્રહાર શરૂ કરી દીધા હતા. તેણે માત્ર 16 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી, જેમાં 6 છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ વૈભવ સૂર્યવંશીએ માત્ર 28 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે જ તેણે લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.
40 બોલમાં 150 રન પૂરા કરી પોતાનો રેકોર્ડ તોડ્યો
વૈભવ સૂર્યવંશીએ માત્ર 40 બોલમાં 150 રન પૂરા કર્યા હતા. લિસ્ટ-A ક્રિકેટમાં બોલની દૃષ્ટિએ આ સૌથી ઝડપી 150 રનનો રેકોર્ડ છે, આ સાથે તેણે પોતાનો જૂનો રેકોર્ડ તોડ્યો હતો. વૈભવે વર્ષ 2025માં બિહાર તરફથી રમતી વખતે અરુણાચલ પ્રદેશ સામે માત્ર 59 બોલમાં 150 રન ફટકાર્યા હતા. હવે UAE સામે માત્ર 40 બોલમાં 150 રન બનાવીને વૈભવે પોતાનો જ રેકોર્ડ વધુ સુધાર્યો છે.
વૈભવ થકી ભારત-A ટીમે પણ બનાવ્યો મોટો રેકોર્ડ
વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગના કારણે ભારત-A ટીમે UAE સામે માત્ર 5 ઓવરમાં જ 100 રન પૂર્ણ કરી દીધા હતા. લિસ્ટ-A ક્રિકેટમાં આ સૌથી ઝડપી ટીમ સેન્ચુરીનો રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે હતો. ન્યૂઝીલેન્ડની ટીમે વર્ષ 2015માં શ્રીલંકા સામે 6.3 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. હવે ભારત-A ટીમે માત્ર 5 ઓવરમાં 100 રનનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
