IND A vs UAE: વૈભવ સૂર્યવંશીનો વિસ્ફોટ! 16 બોલમાં ફિફ્ટી, 28 બોલમાં ફટકારી સદી; લિસ્ટ A ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ

UAE સામે 250 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતીય A ટીમ માટે ઓપનિંગમાં આવેલા વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 24 Nov 2026 04:47 PM (IST)Updated: Tue, 24 Nov 2026 05:06 PM (IST)
india-a-vs-uae-asia-cup-rising-stars-2026-vaibhav-sooryavanshi-smashes-blistering-28-balls-century

IND-A vs UAE-A, Asia Cup Rising Stars 2026: એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 માં ભારત A અને UAE A વચ્ચે રમાઈ રહેલી રોમાંચક મેચમાં યુવા ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટિંગથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. વૈભવ સૂર્યવંશીએ માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારી, જેમાં કુલ 6 સિક્સરનો સમાવેશ થાય છે. જે બાદ માત્ર 28 બોલમાં સેન્ચ્યૂરી પૂર્ણ કરી હતી.

UAE સામે વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ

UAE સામે 250 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતીય A ટીમ માટે ઓપનિંગમાં આવેલા વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણેઈનિંગ્સની પહેલી જ ઓવરમાં સતત 3 બોલમાં 3 તોફાની છગ્ગા ફટકારીને UAE બોલરો પર માનસિક દબાણ બનાવી દીધું હતું.

માત્ર 16 બોલમાં ફિફ્ટી, 8 ગગનચુંબી સિક્સર

આ વિસ્ફોટક શરૂઆત બાદ પણ વૈભવ અટક્યો નહીં અને તેણે મેદાનની ચારેય તરફ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ ચાલુ રાખ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ માત્ર 16 બોલમાં 8 ગગનચુંબી છગ્ગાની મદદથી પોતાની સનસનાટીભરી અડધી સદી પૂરી કરી, જેનાથી આખી મેચમાં ભારે રોમાંચ પેદા થયો છે.

28 બોલમાં સેન્ચ્યુરી પૂરી કરી રચ્યો ઈતિહાસ

વિસ્ફોટક વૈભવ સૂર્યવંશીએ પોતાની આક્રમક રમત યથાવત રાખી સતત બોલને બાઉન્ડ્રીની પાર મોકલતા UAE A ટીમ સામે ઈતિહાસ રચ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ 14 સિક્સર અને 4 ફોર મદદથી માત્ર 28 બોલમાં સદી પૂરી કરી હતી. આ સાથે જ વૈભવ લિસ્ટ A ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાના જેક-ફ્રેઝર મેકગર્કનો રેકોર્ડ તોડ્યો છે.

લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી સદીના રેકોર્ડ

  • વૈભવ સૂર્યવંશી: 28 બોલ (103* રન, ભારત A vs UAE, દોહા, 2026)
  • જેક ફ્રેઝર-મેકગર્ક: 29 બોલ (125 રન, સાઉથ ઓસ્ટ્રેલિયા vs તાસ્માનિયા, એડિલેડ, 2023-24)
  • એબી ડી વિલિયર્સ: 31 બોલ (149 રન, દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ, જોહાનિસબર્ગ, 2014-15)
  • સાકિબુલ ગની: 32 બોલ (128 રન, બિહાર vs અરુણાચલ પ્રદેશ, રાંચી, 2025-26)
  • ઈશાન કિશન: 33 બોલ (125 રન, ઝારખંડ vs કર્ણાટક, અમદાવાદ, 2025-26)
  • કોરી એન્ડરસન / જી.ડી. રોઝ: 36 બોલ
  • શાહિદ આફ્રિદી: 37 બોલ (102 રન, પાકિસ્તાન vs શ્રીલંકા, નૈરોબી, 1996)