Tim David Cricket Controversy, IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ- IPL 2026 ની રોમાંચક ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમે ગુજરાત ટાઇટન્સ (GT) ટીમને 5 વિકેટે હરાવીને સતત બીજી વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. જોકે, ચેમ્પિયન બનવાના આ જશ્ન વચ્ચે RCB ના સ્ટાર અને વિસ્ફોટક ખેલાડી ટિમ ડેવિડ પોતાના ખરાબ વર્તનને કારણે ભારે વિવાદમાં સપડાયો છે.
IPL દ્વારા ટિમ ડેવિડ સામે કડક કાર્યવાહી
સમગ્ર IPL સિઝન દરમિયાન અમ્પાયર સાથે ગેરવર્તણૂક કરવા અને કેમેરા સામે ગંદા ઈશારા કરવા બદલ ટિમ ડેવિડ પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. વધુમાં, તેને આગામી સિઝન માટે એક મેચ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. જોકે, આ કડક કાર્યવાહી પાછળ માત્ર એકવાર વર્તન નહીં, પણ સતત કરેલા કૃત્યોના પગલે કરવામાં આવી છે.
ફાઈનલમાં અમ્પાયર પર ફેંકી આઈસ બેગ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચની પ્રથમ ઇનિંગની 10મી ઓવરમાં જ્યારે એક વિકેટ પડી ત્યારે ટિમ ડેવિડે આક્રમક રીતે મેદાની અમ્પાયર નીતિન મેનનની દિશામાં આઈસ બેગ ફેંકી હતી.
TIM DAVID FINED 50% OF HIS MATCH FEES AND HANDED 2 DEMERIT POINTS FOR THROWING ICE BAG AT NITIN MENON.
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2026
- He’s got 5 demerit points in IPL 2026, now he’ll be banned from RCB opening match in 2027. pic.twitter.com/h3d4qwiXoc
મેચ રેફરી જવાગલ શ્રીનાથે આ વર્તનને અત્યંત ગંભીર અને ખતરનાક ગણાવ્યું હતું. IPL ના નિયમ 2.9 (કોઈ ખેલાડી, અમ્પાયર કે અધિકારી તરફ ખતરનાક રીતે કોઈ વસ્તુ ફેંકવી) ના ઉલ્લંઘન બદલ ટિમ ડેવિડ પર મેચ ફીના 50 ટકા જેટલો ભારે-ભરખમ દંડ અને 2 ડિમેરિટ પોઈન્ટ્સ લાદવામાં આવ્યા હતા.
2025 - Showed RCB badge
— ` (@KunalVkf18) May 11, 2026
2026 - Showed middle finger
Tim David is the official father of MI 🤣💉 https://t.co/VY5pCa2f1Y pic.twitter.com/ni9Bcr60ZW
કેમેરા સામે દેખાડી હતી મિડલ ફિંગર
આ અગાઉ 10 મેના રોજ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાયેલી લીગની 54મી મેચમાં ટિમ ડેવિડ ખાતું ખોલાવ્યા વિના શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ જ્યારે ડગઆઉટમાં કેમેરા તેના તરફ ગયો, ત્યારે તેણે બ્રોડકાસ્ટ પર લાઈવ કેમેરા સામે મિડલ ફિંગર (વચલી આંગળી) નો ઈશારો કર્યો હતો. આ અશ્લીલ અને અપમાનજનક વર્તન માટે (નિયમ 2.6 હેઠળ) તેને મેચ ફીના 30 ટકા દંડ અને 2 ડિમેરિટ પોઈન્ટ્સ આપવામાં આવ્યા હતા.
Casual inspection from Tim David after absolute destruction 🔥🥶#IPLRivalryWeek 2026 👉 #MIvRCB | LIVE NOW 👉https://t.co/gLbf9ggQbu | #TATAIPL pic.twitter.com/OumaLMDlYF
— Star Sports (@StarSportsIndia) April 12, 2026
અમ્પાયર પાસેથી જબરદસ્તી બોલ છીનવ્યો
IPL 2026 માં ટિમ ડેવિડનો પહેલો વિવાદ 13 એપ્રિલના રોજ મુંબઈ સામેની 20મી મેચમાં સામે આવ્યો હતો. તે અચાનક બોલ હાથમાં લઈને તેની તપાસ કરવા લાગ્યો હતો અને અમ્પાયરના વારંવાર માંગવા છતાં તેણે જબરદસ્તી બોલ પાછો આપ્યો ન હતો. આ ઉદ્ધત વર્તન માટે તેને મેચ ફીના 25 ટકા દંડ અને 1 ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો હતો.
IPL 2027 ની પ્રથમ મેચ નહીં રમી શકે
આમ, સમગ્ર સિઝન દરમિયાન આક્રમક અને શરમજનક વર્તન કરવાના કારણે ટિમ ડેવિડના ખાતામાં કુલ 5 ડિમેરિટ પોઈન્ટ્સ જમા થઈ ગયા છે. IPL ના નિયમો અનુસાર, 5 ડિમેરિટ પોઈન્ટ્સ એકઠા થવા પર ખેલાડી પર એક મેચનો પ્રતિબંધ (Ban) લગાવવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપે ટિમ ડેવિડ હવે IPL 2027 ની પ્રથમ મેચ રમી શકશે નહીં.
