Tim David Ban: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે IPL 2026ની સીઝન ઐતિહાસિક રહી, જ્યાં ટીમે ફરી એકવાર ચેમ્પિયન બનીને પોતાનો દબદબો સાબિત કર્યો. જોકે, ટીમની જીત અને જશ્ન વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. RCBના સ્ટાર બેટ્સમેન ટિમ ડેવિડ પર BCCI દ્વારા એક મેચનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ નિર્ણય ફાઈનલ મેચ દરમિયાન ટિમ ડેવિડ દ્વારા કરવામાં આવેલી એક ગંભીર ભૂલને કારણે લેવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
અહેવાલો અનુસાર, IPL 2026ની ફાઈનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામેની રમત દરમિયાન ટિમ ડેવિડે મેદાન પર અયોગ્ય વર્તન કર્યું હતું. ઘટના મેચની 10મી ઓવરમાં બની હતી, જ્યારે એક વિકેટ પડ્યા બાદ ડેવિડે ગુસ્સામાં અમ્પાયર નીતિન મેનનની દિશામાં આઈસ બેગ ફેંકી હતી. આ કૃત્યને IPLની આચારસંહિતાના લેવલ-1ના ભંગ તરીકે ગણવામાં આવ્યું છે.
TIM DAVID FINED 50% OF HIS MATCH FEES AND HANDED 2 DEMERIT POINTS FOR THROWING ICE BAG AT NITIN MENON.
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2026
- He’s got 5 demerit points in IPL 2026, now he’ll be banned from RCB opening match in 2027. pic.twitter.com/h3d4qwiXoc
શા માટે પ્રતિબંધ લાગ્યો?
BCCIના નિયમો મુજબ, આ ઘટના માટે ટિમ ડેવિડને દોષી ઠેરવવામાં આવ્યો છે. મેચ રેફરી જવાગલ શ્રીનાથે તેના પર 50 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે અને સાથે જ તેના ખાતામાં બે ડિમેરિટ પોઈન્ટ ઉમેર્યા છે. આ સિઝનમાં ટિમ ડેવિડનું આ ત્રીજું લેવલ-1 ઉલ્લંઘન હતું. અગાઉ પણ ટિમ ડેવિડે 20મી મેચ અને 54મી મેચમાં પણ ભૂલ કરી હતી. આમ, કુલ 5 ડિમેરિટ પોઈન્ટ થતા, નિયમાનુસાર તેના પર આગામી IPL સિઝનની પ્રથમ મેચ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
હવે ટિમ ડેવિડ IPL 2027ની તેની પ્રથમ મેચ રમી શકશે નહીં, પછી ભલે તે RCB તરફથી રમતો હોય કે અન્ય કોઈ ફ્રેન્ચાઈઝી તરફથી.
