Lalit Modi's Allegations: લલીત મોદીના ગંભીર આરોપ, કોંગ્રેસ શાસનમાં દરોડા પાડવાની મળતી હતી ધમકી, સોનિયા ગાંધીનું નામ લીધુ

લલિત મોદીએ કહ્યું કે તેમણે સુનંદા પુષ્કર સાથે સંકળાયેલ એક અયોગ્ય ઈક્વિટી સમજૂતી અને ટીમના શંકાસ્પદ આર્થિક માળખા પર પ્રશ્ન સર્જ્યાં તો તેમની ઉપર ભારે રાજકીય દબાણ કરવામાં આવ્યું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 04 Jun 2026 05:40 PM (IST)Updated: Thu, 04 Jun 2026 05:40 PM (IST)
lalit-modis-serious-allegations-congress-rule-was-threatened-with-raids-sonia-gandhis-name-was-taken

Lalit Modi's Allegations: IPLના ભૂતપૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ વર્ષ 2010ના કોચ્ચી ટસ્કર્સ કેરળ ફ્રેન્ચાઈઝી વિવાદને લઈ તે સમયની UPA સરકાર અને કોંગ્રેસના નેતૃત્વ પર ગંભીર આરોપ લગાવ્યો છે. ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં લલિત મોદીએ કહ્યું કે જ્યારે તેમણે સુનંદા પુષ્કર સાથે સંકળાયેલ એક અયોગ્ય ઈક્વિટી સમજૂતી (Unfair Equity Agreement) અને ટીમના શંકાસ્પદ આર્થિક માળખા પર પ્રશ્ન સર્જ્યાં તો તેમની ઉપર ભારે રાજકીય દબાણ કરવામાં આવ્યું.

લલિત મોદીના જણાવ્યા પ્રમાણે આ કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શશિ થરુર (Shashi Tharoor)એ તો ફોન પર દરોડા પાડવાની ધમકી પણ ઉચ્ચારી હતી. જ્યારે સોનિયા ગાંધી, અહેમદ પટેલ તથા પ્રણવ મુખર્જી જેવા કોંગ્રેસના ટોચના નેતાઓએ થરુરનું સમર્થન કરી તેમની વિરુદ્ધ એકજૂટ થઈ ગયા ગયા હતા.

વિવાદો વચ્ચે કોંગ્રેસ નેતા શશિ થરુરનું સમર્થન કોણ કરતું હતું તેવા એક પ્રશ્નના જવાબમાં લલિત મોદીએ જવાબ આપ્યો કે સોનિયા ગાંધી. લલિત મોદીએ પોતાની ઉપર ચોતરફથી નિશાન સાંધવામાં આવતું હોવાનો દાવો કર્યો હતો. મને અહેમદ પટેલના ફોન આવતા હતા. તે સમયે પ્રણવ મુખર્જીના ફોન આવતા હતા. હું તેમની સાથે મિત્રતાભર્યાં સંબંધ ધરાવતો હતો. રાજીવ શુક્લા પણ મારી સાથે સારી એવી મિત્રતા ધરાવતા હતા.

લલિત મોદીની માહિતી પ્રમાણે કોચ્ચિ કંસોર્ટિયમ દ્વારા 350 મિલિયન ડોલરની બિડ લગાવીને ફ્રેંચાઈઝી અધિકાર જીતીને બાદમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો કે કંસોર્ટિયમના આર્થિક માળખા પર પ્રશ્ન સર્જાય છે, કારણ કે કેટલાક શેરધારક સંપૂર્ણ ખર્ચની ચુકવણી કરતા હતા જ્યારે અન્ય એક હિતધારક ચોક્કસ યોગદાન આપ્યા વગર જ ઈક્વિટી પ્રાપ્ત કરી લીધી હતી.

કન્સોર્ટિયમના સભ્યો સાથે આ અંગે ચર્ચાને યાદ કરતાં લલિત મોદીએ કહ્યું કે સુનંદા પુષ્કર નામની મહિલા ઉપરાંત તમામ હિતધારકો ઉપસ્થિત હતી. તમે સુનંદા પુષ્કરનું નામની મહિલાને 25 ટકા શેર આપી રહ્યા છે. તે કોણ છે? તમે આવકના 15 ટકા હિસ્સેદારી છોડી રહ્યા છે. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ આ પ્રકારના કન્સોર્ટિયમ માટે 350 મિલિયન ડોલરની ચુકવણી કેવી રીતે કરી શકે છે, જ્યાં 75 ટકા શેરધારક પૂરા ખર્ચની ચુકવણી કરી રહ્યા છે. અને અન્ય વ્યક્તિને 25 ટકા ફ્રી ઈક્વિટી મળી રહ્યા છે?