ICC T20 વર્લ્ડકપ 2026ની બીજી સેમી ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે, જેમાં ભારત અને ઈન્ડિયા વચ્ચે ખરાખરીનો મુકાબલો થશે. જો કે સેમીફાઈનલ મેચ પૂર્વે ભારતીય ખેલાડીઓ ભગવાનના દર્શન કરવા પહોંચ્યા છે. આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
હકીકતમાં ટીમ ઈન્ડિયાના ઈશાન કિશન, અક્ષર પટેલ અને અભિષેક શર્મા સહિતના ખેલાડીઓ મુંબઈ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિના મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં ત્રણેય ખેલાડીઓએ ગણપતિ બાપાના આશીર્વાદ મેળવ્યા હતા. જે બાદ હવે આવતીકાલે ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડનો સામનો કરવા મેદાનમાં ઉતરશે.
અગાઉ T20 વર્લ્ડકપની સુપર-8 મેચ પૂર્વે પણ ભારતીય ખેલાડીઓ કોલકાતા સ્થિત કાલીઘાટના કાલી મંદિર ગયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.
જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાએ સુપર-8માં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે જ ભારતીય ટીમ સતત ત્રીજી વાર સેમીફાઈનલમાં પહોંચી છે.
અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા કુલ 6 વખત T20 વર્લ્ડકપની સેમી ફાઈનલ રમી ચૂકી છે. જેમાં 2007, 2014, 2016, 2022, 2024 અને હવે 2026માં સેમી ફાઈનલ રમશે.
#WATCH | Mumbai, Maharashtra: Members of Indian Cricket Team offered prayers at Shree Siddhivinayak Ganapati Temple. The team will face England in the semi-final match of #ICCT20WorldCup2026 tomorrow at Wankhede Stadium in Mumbai.
— ANI (@ANI) March 4, 2026
(Video Source: Siddhivinayak Temple Trust) pic.twitter.com/DkcTfOspSd
