VIDEO VIRAL Asia Cup 2025 Ind Vs Pak Final : એશિયા કપમાં પાકિસ્તાનની ટીમને ભૂંડી રીતે હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાનો ઑપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા પોતાની બહેનના લગ્નની વિધિઓમાં વ્યસ્ત થઈ ગયો છે. અભિષેક શર્મા લગ્ન પહેલાની શગુન સેરેમની અર્થાત ચાંદલાની વિધિ સામેલ થયો હતો, જેમાં તેણે પોતાના જીજાજી સાથે ભાંગડા કર્યાં હતા. આ સમયે અભિષેક શર્માની બહેન પણ લહેંગામાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.
અભિષેક શર્માની બહેનના લગ્ન છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. જો કે હજુ સુધી પરિવાર દ્વારા લગ્નની તારીખને લઈને કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો, પરંતુ એશિયા કપ પત્યો તે સાથે જ સગાઈની વિધિ શરૂ કરવામાં આવી હતી. જેનો વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો છે.
એશિયા કપની સમગ્ર ટુર્નામેન્ટમાં અભિષેક શર્માનું ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતુ. જેના કારણે ટીમ ઈન્ડિયા ફાઈનલ સુધી પહોંચી પાકિસ્તાનને ધૂળ ચટાડી ચેમ્પિયન બની હતી. જે બાદ હાલ અભિષેક શર્મા પોતાની ડૉક્ટર બહેન કોમલ શર્માની લવિશ ઑબેરોય સાથે સગાઈ થઈ હતી. હવે માતા જાગરણ બાદ લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે.
અગાઉ એશિયા કપના કારણે લગ્નની તમામ વિધિઓ મોકૂફ રાખવામાં આવી હતી અને ચાંદલાની વિધિ 30 સપ્ટેમ્બરના રોજ થઈ હતી. જેમાં અભિષેક શર્મા પોતાના જીજાજી સાથે ભાંગડા કરતો જોવા મળ્યો. આ સમયે તેની બહેન કોમલે પણ તેની સાથે ડાન્સ કર્યો હતો. આ સમયે સ્ટેજ પર ટીમ ઈન્ડિયાનો પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ પણ જોવા મળ્યો હતો.
VIDEO | Moga, Punjab: Cricketer Abhishek Sharma celebrates his sister Komal Sharma’s wedding with bhangra after Asia Cup victory.
— Press Trust of India (@PTI_News) October 1, 2025
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/kcDaqzA4cu
જ્યા અભિષેક બ્લેક શૂટ બૂટમાં તો લવિશ ઑબેરોય ટક્સીડોમાં જોવા મળ્યો હતો. પ્રી-વેડિંગ ફંક્શનનો વીડિયો સામે આવતા જ લહેંગામાં કોમલના સુંદર લુકે સૌ કોઈના દિલ જીતી લીધા છે.
લવિશે તારાથી મઢેલો બ્લેઝર, સફેદ શર્ટ, બો ટાઈ અને કાળી પાઘડી પહેરી હતી. જ્યારે અભિષેક પણ ઑલ બ્લેક લુકમાં સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યો હતો. શૂટ-બુટ અને ચશ્મા પહેરીની અભિષેક કુલ વાઈબ્સ આપી રહ્યો હતો.
