Surat: વડોદરા બાદ સુરતના ગરબા ગ્રાઉન્ડમાં કપલના અશ્લિલ ચેનચાળા, સોફા પર પ્રેમાલાપમાં મશગૂલ યુવક-યુવતીનો વીડિયો વાયરલ

અગાઉ વડોદરાના યુનાઈટેડ વે ગરબામાં પણ એક NRI કપલનો આવો જ વીડિયો વાયરલ થયો હતો. જેમાં પતિ પોતાની પત્નીને ઊંચકીને ગરબા ગ્રાઉન્ડમાં ચુંબન ચોડી દે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 01 Oct 2025 09:43 PM (IST)Updated: Wed, 01 Oct 2025 09:43 PM (IST)
surat-news-romance-in-garba-ground-video-goes-viral
HIGHLIGHTS
  • આસપાસ ગોઠવેલા અન્ય સોફામાં બીજા લોકો બેઠા હોવા છતાં કપલ બિન્દાસ્ત રોમાન્સમાં મશગુલ
  • નવરાત્રિએ માતાજીની ઉપાસનાનો પર્વ છેઃ હિન્દુ જાગરણ મંચ

Surat: હાલ માતાજીની આરાધાનો પર્વ નવરાત્રિ તેના અંતિમ પડાવ પર છે, ત્યારે આ પર્વમાં માતાજીની આરાધતા થતી હોય તેવા ગરબા ગ્રાઉન્ડમાં પ્રેમી યુગલો અશ્લિલ ચેષ્ટા કરતાં હોય તેવા બનાવો સતત સામે આવી રહ્યા છે. અગાઉ વડોદરામાં યુવક-યુવતી અશ્લિલ હરકત કરતાં હોય તેવા બે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. જે બાદ આજે સુરતનો પણ આવો જ એક વીડિયો સામે આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો શહેરના ડુમ્મસ રોડ પર આયોજિત એક નવરાત્રિ મહોત્સવનો હોવાનું કહેવામાં આવી રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ગરબા ગ્રાઉન્ડમાં રહેલા સોફામાં એક યુવક અને યુવતી બેસીને બિભત્સ ચેનચાળા કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ સમયે આસપાસ ગોઠવેલા સોફામાં બીજા લોકો પણ બેઠેલા હોય છે. આમ છતાં આ યુવક-યુવતીને કોઈને પણ દરકાર રાખ્યા વિના રોમાન્સમાં મશગુલ રહ્યું હતુ.

વડોદરાના ગરબા ગ્રાઉન્ડમાં પતિએ પત્નીને ઊંચકીને ચુંબન કરતાં હિન્દુ સંગઠનોમાં રોષ
અગાઉ ગત ગુરુવારના રોજ વડોદરા શહેરના કલાલી ખાતે આયોજિત જાણીતા 'યુનાઈટેડ વેવ્સ ઑફ બરોડા'માં ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલા એક NRI કપલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં યુવક પોતાની પત્નીને ઊંચકીને તેના હોઠ પર ચુંબઈ ચોડી દે છે. આ વીડિયો સામે આવતા હિન્દુ સંગઠનોની સાથે-સાથે અન્ય ખેલૈયાઓમાં પણ ભારોભાર રોષ ફેલાયો હતો. જેમણે અટલાદરા પોલીસ મથકમાં રજૂઆત કરી હતી. જેના પગલે હરકતમાં આવેલી પોલીસ કપલને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જ્યાં તેમની પાસે માફી પત્ર લખાવીને છોડી મૂકવામાં આવ્યા હતા.

નવરાત્રિએ માતાજીની ઉપાસનાનો પર્વ છેઃ હિન્દુ જાગરણ મંચ
NRI કપલનો વીડિયો વાયરલ થયા બાદ યુનાઈટેડ ગરબા ગ્રાઉન્ડ ઉપરનો અન્ય એક વીડિયો પણ ફરતો થયો હતો. જેમાં છાણી પોલીસ મથકમાં દુષ્કર્મનો આરોપી એવા વિલ્સન સોલંકીએ પોતાના સોશિયલ મીડિયામાં એવો વીડિયો મૂક્યો હતો, જેના કારણે હિન્દુ સંગઠનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

આ મામલે હિન્દુ જાગરણ મંચના રમેશભાઈએ જણાવ્યું હતું કે, ગરબા ગ્રાઉન્ડમાં જ્યાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય, ત્યાં આ પ્રકારની અશ્લીલ હરકત એ માતાજીનું અપમાન છે. નવરાત્રિએ માતાજીની ઉપાસનાનું પર્વ છે.