Sports News, Yuzvendra Chahal- Dhanashree Verma Divorce: ટીમ ઈન્ડિયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા (Dhanashree Verma) ભલે ફેબ્રુઆરી મહિનામાં જ અલગ થઈ ગયા હોય, પરંતુ બન્નેના તૂટેલા લગ્ન સબંધની વાતો હજુ પણ રહી-રહીને સામે આવી રહી છે. થોડા દિવસ અગાઉ ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ પર ચીટિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. જેના પર યુઝવેન્દ્ર ચહલે જડબાતોડ જવાબ આપ્યો છે.
હકીકતમાં એમેઝોન પ્રાઈમના ચેટ શૉ રાઈઝ એન્ડ ફૉલમાં કુબ્રાએ ધનશ્રી વર્માને પૂછ્યું હતું કે, તને ચહલ સાથે ક્યારે એવું લાગ્યું કે, હવે આ સબંધ વધારે નહીં ટકે? આ પ્રશ્નના જવાબમાં યુઝવેન્દ્ર ચહલે જણાવ્યું કે, પહેલા જ વર્ષે. જ્યારે મેં યુઝવેન્દ્રને લગ્નના બીજા મહિને જ રંગેહાથ પકડ્યો હતો.
જો કે હવે પોતાની પૂર્વ પત્ની ધનશ્રી વર્માના તમામ દાવાઓ પર પ્રતિક્રિયા આપતા યુઝવેન્દ્ર ચહલે જણાવ્યું કે, હું એક સ્પોર્ટ્સ પર્સન છું અને ક્યારેય ચીટિંગ નથી કરતો. અમે બન્ને સાડા 4 વર્ષ સુધી લગ્નના બંધનમાં રહ્યા હતા. જો કોઈ લગ્નના બીજા મહિનામાં જ દગો કરે, તો આટલો લાંબો સબંધ ટકે ખરો?
મારા માટે હવે આ ચેપ્ટર બંધ થઈ ચૂક્યું છે અને હું મારી જિંદગીમાં ખૂબ જ આગળ વધી ગયો છું. જ્યારે આજે પણ ધનશ્રીનું ઘર મારા નામે ચાલી રહ્યું છે. હવે ધનશ્રીએ પણ પોતાના ભવિષ્યનું વિચારવું જોઈએ. ધનશ્રી જે ઈચ્છે તે કરી શકે છે, મને તેનાથી કોઈ ફરક નથી પડતો.
વધુમાં ચહલે જણાવ્યું કે, આ છેલ્લી વખત છે, જ્યારે હું મારી જિંદગીના આ ચેપ્ટર વિશે વાત કરી રહ્યો છું. કોઈ કશું પણ કહી દે અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. 100 વાતો વહેતી હોય છે, પરંતુ સાચી એક જ છે. જેની મને ખબર છે. મારા માટે હવે આ ચેપ્ટર ક્લોઝ છે.
