Surat: વેલંજા રોડ પર પુરપાટ ટ્રકે બાઈકને ઉલાળ્યું, નીચે પટકાયેલી વિદ્યાર્થિની ટાયરમાં આવી ચગદાઈ ગઈ

ટ્રક ચાલકની અટકાયત. બે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 08 Oct 2025 06:21 PM (IST)Updated: Wed, 08 Oct 2025 06:21 PM (IST)
surat-news-std-7th-student-died-due-to-speeding-truck-hits-bike-on-velanja-road
HIGHLIGHTS
  • ઉશ્કેરાયેલા લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો
  • પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો

Surat: સુરત શહેરના ઉમરા-વેલંજા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં માંતેલા સાંઢ માફક ધસી આવેલા ટ્રક ચાલકે અડફેટે લેતા ધો. 7માં અભ્યાસ કરતી બાળકીનું મોત નીપજ્યું છે. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો હતો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના ઉમરા અને વેલંજા વિસ્તારને જોડતા માર્ગ પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટનામાં ધો. 7માં અભ્યાસ કરતી 12 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે, જયારે 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં લોકો પણ એકઠા થઇ ગયા હતા. જ્યાં રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કરી દીધો હતો.

બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસ દ્વારા ટ્રક ચાલકની અટકાયત કરી લેવામાં આવી છે તેમજ બાળકીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે લોકોને સમજાવીને પરિસ્થિતિ કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.