Gir Somnath: ઉનામાં એકલતાનો લાભ લઈ વિધવા પર ગેંગ રેપ, ગુપ્ત ભાગે ઈજા પહોંચતા ગંભીર હાલતમાં જૂનાગઢ રિફર કરાઈ

સામુહિક દુષ્કર્મ બાદ વિધવા પોતાના ઘરે જ ત્રણ દિવસ સુધી કણસતી રહી. જો કે વધારે તબિયત લથડતા દ્વારકામાં રહેતા યુવકને જાણ કરતા હોસ્પિટલ ખસેડાઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 08 Oct 2025 06:01 PM (IST)Updated: Wed, 08 Oct 2025 06:03 PM (IST)
gir-somnath-crime-news-gang-rap-on-women-by-3-accused
HIGHLIGHTS
  • 2 હવસખોરો પોલીસ સકંજામાં, એકની શોધખોળ શરૂ

Gir Somnath: ઉના નજીક આવેલા નવાબંદર ગામમાં એક અત્યંત શરમજનક અને અમાનવીય ઘટના સામે આવી છે, જ્યાં એક આધેડ વિધવા મહિલા પર ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પણ પહોંચાડી હોવાથી સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના ત્રણ દિવસ પહેલા કોસ્ટલ દરિયાકાંઠાના એક ગામમાં બની હતી. જ્યાં એકલી રહેતી આ વિધવા મહિલાની એકલતાનો લાભ ઉઠાવી ત્રણથી વધુ શખ્સો તેમને ફોસલાવીને લઈ ગયા હતા અને સામૂહિક રીતે દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ બાદ નરાધમો ફરાર થઈ ગયા હતા.ગંભીર ઇજાઓ અને અસહ્ય પીડાને કારણે મહિલા ત્રણ દિવસ સુધી પોતાના નિવાસસ્થાને પડી રહ્યા હતા.

જ્યારે મહિલાની તબિયત વધુ લથડી, ત્યારે તેમણે દ્વારકામાં ફિશિંગ કરતા એક યુવકને જાણ કરી હતી. યુવક તાત્કાલિક દોડી આવ્યો અને મહિલાને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ઘટનાની ગંભીરતા જોતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

naidunia_image

આ બાબતની જાણ થતાં પી.આઈ. મહેન્દ્રસિંહ રાણા અને મરીન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો.મહિલાની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે.

પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બે આરોપીઓને પોલીસે સકંજામાં લઇ લીધા હોવાનું જાણવા મળે છે. આરોપીઓ પણ ગામના જ શખ્સો હોવાનું ખુલ્યું છે.