કતાર એરવેઝની ફ્લાઈટમાં શાકાહારી મુસાફરને નોન વેજ ફૂડ પીરસાતા મોત, માંસનો પીસ ગળામાં ફસાતા શ્વાસ થંભી ગયો

મુસાફર 3 કલાકથી વધુ સમય બેહોશ રહ્યા બાદ ફ્લાઈટને સ્કોટલેન્ડના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી, જ્યાંથી હોસ્પિટલ લઈ જતાં તબીબે મૃત જાહેર કર્યાં.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 08 Oct 2025 05:43 PM (IST)Updated: Wed, 08 Oct 2025 05:43 PM (IST)
international-news-vegetarian-passenger-choking-on-qatar-airways-plane
HIGHLIGHTS
  • ફ્લાઈટ એટેન્ડેન્ટે વેજ ફૂડ આપવાનો ઈન્કાર કરી નોન વેજ ફૂડ પકડાવ્યું
  • મૃતક મુસાફરના પુત્રએ કતાર એરવેઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

Internationa News: કતાર એરવેઝની (Qatar Airways) ફ્લાઈટમાં ભૂલથી પીરસવામાં આવેલું નોન વેજ ફૂડ આરોગતા જ શાકાહારી મુસાફરનું મોત થયું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે મૃતક મુસાફરના પરિવારજનોએ કતાર એરવેઝ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અશોક જયસિરી (85) નામના મુસાફર અમેરિકાના કેલિફૉર્નિયામાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરતા હતા. જયવીરાએ 23 જૂન, 2023ના રોજ કોલંબો માટે પોતાની ફ્લાઈટ બુક કરાવી હતી. એક સપ્તાહ બાદ જયવીરા લોસ એન્જલસથી કોલંબો જવા માટે કતાર એરવેઝની ફ્લાઈટમાં બેઠા હતા. જયવીરા શાકાહારી હોવાથી તેમણે પોતાની સાડા 15 કલાકની મુસાફરી દરમિયાન વેજ ફૂડ માટે ઓર્ડર આપ્યો હતો.

જો કે કતાર એરવેઝના ફ્લાઈટ એટેન્ડેટે જયવીરાને વેજ ફૂડ ના હોવાથી આપવાનો ઈનકાર કર્યો હતો અને તેમને નોન વેજ ફૂડ આપવામાં આવ્યું હતુ. આ દરમિયાન માંસનો પીસ ખાતા સમયે તેમનો શ્વાસ રુંધાઈ ગયો હતો. જેના પરિણામે જયવીરાએ તડપી-તડપીને દમ તોડ્યો હતો.

મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ સમયે ફ્લાઈટ આર્કટિક સાગરની ઉપરથી પસાર થઈ રહ્યું હોવાથી ઈમરજન્સી લેન્ડિંગ શક્ય નહતુ. જો કે મૃતકના પુત્રએ કરેલી ફરિયાદમાં દાવો કર્યો છે કે, હકીકતમાં તે સમયે ફ્લાઈટ અમેરિકાના મધ્ય-પશ્ચિમી આકાશમાં ઉડતું હતુ.

આ સમયે પાયલોટ સરળતાથી પોતાનો રસ્તો બદલી શકતો હતો. જ્યારે વિમાન સ્કૉટલેન્ડના એડિનબર્ગ એરપોર્ટ પર લેન્ડ થયું, ત્યારે જયસિરી સાડા ત્રણ કલાકથી બહોશ અવસ્થામાં હતા. આથી તાત્કાલિક તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા.

આ મામલે મૃતકના પુત્ર સૂર્યા જયસિરીએ એરલાઈન્સની બેદરકારીના કારણે મોત થઈ હોવાનો આરોપ મૂકીને વળતર ચૂકવવાની માંગ કરી છે.