IND-A vs SL-A Semifinal: ભારતે 'એ' અને શ્રીલંકા 'એ' વચ્ચે એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026 ટૂર્નામેન્ટની પહેલી સેમીફાઈનલ રમાશે. ભારતે છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. યુએઈ સામેની ઐતિહાસિક જીત બાદ આજે ભારતીય ખેલાડીઓનો આત્મવિશ્વાસ બુલંદ છે. તો બીજી તરફ આજે બધાની નજર બેબી બોસ વૈભવ સૂર્યવંશી પર રહેશે, કારણ કે, તેણે યુએઈ સામે શાનદાર પારી રમી હતી. તેણે માત્ર 53 બોલમાં 28 સિક્સર સાથે 204 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી.
શ્રીલંકા સામે વૈભવનો રેકોર્ડ કેવો છે?
તમને જણાવી દઈએ કે, શ્રીલંકા સામે વૈભવે પહેલા પણ મેચ રમી છે, તેમાં તેનું પ્રદર્શન મિસ્ર રહ્યું છે. જોકે આજે તેમની પાસેથી મોટી ઈનિંગની આશા છે. આપણે તેના રેકોર્ડ પર નજર કરીએ તો, વૈભવે શ્રીલંકા એ સામે અત્યાર સુધી 3 મેચ રમી છે. જેમાં એક મેચમાં 12 બોલમાં 14 રન, બીજામાં 14 બોલમાં 21 રન અને ત્રીજી મેચમાં 29 બોલમાં 94 રન બનાવ્યા હતા. છેલ્લી મેચમાં તેણે શ્રીલંકા સામે 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.
પાકિસ્તાન સામેની હાર બાદ ભારતનું શાનદાર કમબેક
જો આપણે સમગ્ર ટીમના પ્રદર્શન વિશે વાત કરીએ તો ભારતને પાકિસ્તાન સામે હાર મળી હતી. જો કે ત્યાર બાદ ભારતે શાનદાર કમબેક કરતા યુએઈ સામે રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. જેમાં વૈભવે શાનદાર બેવડી સદી ફટકારી હતી. વૈભવની સાથે અન્ય બેટ્સમેનોનું ફોર્મમાં રહેવું પણ જરુરી છે.હાલમાં આયુષ બદોનીનું ફોર્મ ટીમ માટે થોડી ચિંતા વધારનારુ છે. આ ઉપરાંત રિંકુ પણ હજુ લયમાં દેખાતો નથી. કેપ્ટન તિલકે ભલે પાકિસ્તાન સામે સદી ફટકારી હોય પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ ચિંતાનો વિષય છે.
કેવું છે ભારતીય બોલર્સનું પ્રદર્શન?
ભારતીય બેટ્સમેનોની સરખામણીએ બોલર્સનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. ભલે હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવને 7-7 વિકેટ મળી હોય પરંતુ તેની ઈકોનોમી ચિંતાનો વિષય છે. ભારતના બોલર્સ તેની ક્ષમતા અનુસાર પ્રદર્શન કરી શક્યા નથી. તો બીજી તરફ શ્રીલંકા આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. તેમના બધા બેટ્સેમેનો શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે.
શ્રીલંકા એ ટીમ:
પવન રત્નાનાયકે (કેપ્ટન), લસિથ ક્રૂસપુલે, નિશાન મદુશ્કા, નિપુન ધનંજય, એસ. ષણમુગનાથન, સિનેથ જયવર્દને, રવિન્દુ ફર્નાન્ડો, ચમિકા હીનાતિગાલા, જેનિથ લિયાનાગે, વનુજા સાહન, લાહિરુ સમરાકૂન, દૂવિન્દુ રણતુંગા, દૂલાજ સમુદિતા, ગારુકા સંકેત,વિજયકાંત વિયાસકાંત.
ભારત એ ટીમ:
તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્ર, પ્રભસિમરન સિંહ, વૈભવ સૂર્યવંશી, રિંકુ સિંહ, અભિષેક શર્મા, આયુષ બદોની, હર્ષ દુબે, તનુષ કોટિયન, શાહબાઝ અહેમદ, સૂર્યાંશ શેડગે, અરશદ ખાન, હર્ષિત રાણા,પ્રિન્સ યાદવ, વિપ્રરાજ નિગમ.
-1795666116444_m.webp)