Fastest Centuries In List A Cricket: બેબી બોસના નામથી જાણીતો વૈભવ સુર્યવંશી હાલ સર્ચામાં છે. વૈભવ સુર્વવંશીએ તાજેતરમાં યુએઈ સામે સૌથી ઝડપી સદી અને સૌથી ઝડપી બેવડી સદી ફટકારી અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. આ મેચમાં વૈભવે 28 બોલમાં સદી અને 52 બોલમાં બેવડી સદી ફટકારી હતી. આ મેચમાં વૈભવે 6 રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. જેમાં સૌથી ઝડપી સદી, સૌથી ઝડપી 150 રન, સૌથી ઝપડી 200 રન. આ ઉપરાંત તે લીસ્ટ એ માં સૌથી વધારે સિક્સર ફટકારનાર ખેલાડી પણ બની ગયો છે.
વૈભવે ફટકારી 28 બોલમાં સદી
વૈભવે આ મેચમાં સાત ચોગ્ગા અને 28 સિક્સર ફટકારીને બોલર્સની લાઈન લેન્થ વીખી નાખી હતી. આ સાથે 29 બોલમાં સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયાના ખેલાડી ફ્રેઝર મેકગર્કનો રેકોર્ડ પણ વૈભવે તોડી નાખ્યો. વૈભવે 28 બોલમાં સદી ફટકારી હતી. તો બીજી તરફ આપણે લીસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેૃલાડીઓની વાત કરીએ તો તેમા ભારતીય બેટ્સમેનોની બાદશાહત કાયમ છે. જેથી આ યાદીમાં વૈભવ સ્વાભાવિક પણ નંબર વન પર છે, તો ચાલો જોઈએ અન્ય ખેલાડીઓની યાદી.
લિસ્ટ-એ માં સૌથી ઝડપી સદી
- વૈભવ સૂર્યવંશી- 28 બોલ
- જેક ફ્રેઝર મેકગર્ક- 29 બોલ
- એબી ડીવિલિયર્સ- 31 બોલ
- સકીબુલ ગની- 32 બોલ
- ઈશાન કિશન- 33 બોલ
- અનમોલ પ્રિત સિંહ- 35 બોલ
- કોરી એન્જરસન - 36 બોલ
- ગ્રાહમ રોજ- 36 બોલ
- વૈભવ સૂર્યવંશી - 36 બોલ
- શાહીદ આફ્રીદી- 37 બોલ
ઈશાન કિશન અને અનમોલપ્રીતે પણ ફટકારી છે ઝડપી સદી
ભારતીય વિકેટકિપર બેટ્સમેવ ઈશાન કિશન પણ આ યાદીમાં સામેલ છે. તેમણે ગયા વર્ષે ઝારખંડ તરફથી રમતા કર્ણાટક સામે માત્ર 33 બોલમાં સદી ફટકારી હતી. જ્યારે વૈભવે 36 બોલમાં બિહાર તરફથી રમતા સદી ફટકારી હતી. અનમોનપ્રીત સિંહે વર્ષ 2024 મા 35 બોલમાં સદી ફટકારી હતી. તેમણે આ પરાક્રમ પંજાબ તરફથી રમતા કર્યું હતું.
વૈભવે પોતાની સફળતાનો શ્રેય યુવરાજને આપ્યો
વૈભવે જણાવ્યું કે છેલ્લી બે મેચમાં મારુ પ્રદર્શન ખરાબ રહ્યું હતું. જેથી હું થોડો પરેશાન હતો. ત્યાર બાદ મે મારા આઈડલ યુવરાજ સિંહને ફોન કર્યો હતો. મે તેમની સાથે 30 મિનિટ વાત કરી અને મને રમવામાં જ્યાં જ્યાં સમસ્યાઓ આવી રહી હતી તે જણાવી. ત્યાર બાદ યુવરાજ સિંહે તેમને હિંમત આપી અને ટીપ્સ પણ આપી. યુવરાજે કહ્યું કે, જો તુ 20 બોલ રમીશ તો સ્કોર અલગ હશે. તેમણે વૈભવની ટેકનિક અંગે પણ સજેશન આપ્યું. વૈભવે આગળ કહ્યું કે, યુવરાજ સિંહે મારી બેટિંગના વીડિયો જોયા, જેના કારણે તેમને ખબર પડી કે હું કઈ જગ્યાએ ભૂલ કરી રહ્યો છું. વીડિયો જોયા બાદ યુવરાજ સિંહે કેટલાક ફેરફાર કરવા કહ્યું જે વૈભવે કર્યા અને બાદમાં ઈતિહાસ રચી દીધો.
