India vs Pakistan: 'ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં આવીને રમે નહીંતર અમે પણ વર્લ્ડ કપ રમવા નહીં આવીએ', PCB ચીફ નઝમ સેઠીનું નિવેદન

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 11 May 2023 10:24 PM (IST)Updated: Thu, 11 May 2023 10:26 PM (IST)
india-vs-pakistan-team-india-should-come-to-pakistan-and-play-otherwise-we-will-not-come-to-play-the-world-cup-says-pcb-chief-nazam-sethi

India vs Pakistan: એશિયા કપ 2023ને લઈને અનેક નિવેદનો સામે આવી રહ્યાં છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન નઝમ સેઠીએ એશિયા કપને લઈને સ્ટેટમેન્ટ આપ્યું છે. નઝમ સેઠીએ કહ્યું કે- જો ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાન સરકાર ભારતમાં વર્લ્ડ કપ રમવા માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને મંજૂરી નહીં આપે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનના વર્લ્ડ કપમાં ભાગ લેવા આવે તે માટે એક જ વાત છે કે તેમની મેચ તટસ્ટ દેશમાં આયોજિત કરવામાં આવે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એશિયા કપ ખેલાવવાની છે, જેને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નઝમ સેઠીએ ફરી એક વખત હાઈબ્રિડ મોડલ પર ટૂર્નામેન્ટની યજમાની કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે નઝમ સેઠીએ કહ્યું કે પાકિસ્તાન ક્યારેય બધું જ કંઈ જ નહીં તેવો દ્રષ્ટીકોણ નથી ઈચ્છતો. તેમણે કહ્યું કે- એશિયા કપ ટૂર્નામેન્ટ દરમિયાન તટસ્થ સ્થાનો પર ભારતની યજમાની કરશે, જે 2023 વિશ્વ કપની પહેલા આયોજિત કરવામાં આવશે.

આ વખતે એશિયા કપની યજમાની પાકિસ્તાન કરવાનું છે. પરંતુ BCCIના સચિવ જય શાહે ગત વર્ષે કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનની યાત્રા નહીં કરે. નઝમ સેઠીએ ઈન્ડિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન સહિત એશિયાઈ ક્રિકેટ પરિષદના સભ્યોએ એક હાઈબ્રિડ મોડલની સંભાવના પર ચર્ચા કરી હતી, જ્યારે આ વર્ષની શરુઆતમાં તેઓ બહરીનમાં મળ્યા હતા.

BCCI દ્વારા બંને દેશોની વચ્ચે રાજકીય તણાવના કારણે ભારતીય ટીમને પાડોસી દેશમાં મોકલવાનો ઈનકાર કર્યા બાદ PCBને એક વિકલ્પ પ્રસ્તાવ આપવા માટે મજબુર થવું પડ્યું હતું. PCBએ હાઈબ્રિડ મોડલનો પ્રસ્તાવ આપ્યો હતો જેમાં ભારત પોતાની મેચ UAEમાં રમી શકે છે જ્યારે પાકિસ્તાન પોતાના મેચની યજમાની ઘરેલુ ધરતી પર કરશે. જો કે PCBના હાઈબ્રિડ મોડલ પર ટૂર્નામેન્ટની યજમાની કરવાના પ્રસ્તાવને એશિયા ક્રિકેટ પરિષદના સભ્ય દેશોએ ફગાવી દીધો હતો.

નઝમ સેઠીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું- નહીં, અમે ક્યારેય બધું જ કે કંઈ પણ નહીં નથી કહ્યું. અમે કહી રહ્યાં છીએ કે જો ભારત પાકિસ્તાનમાં રમવા માટે સક્ષમ નથી તો ઠીક છે. પાકિસ્તાન તટસ્ત સ્થાન પર ભારત સામે રમશે. જ્યારે અન્ય ટીમ પાકિસ્તાનમાં રમી શકે છે. કેમકે પાકિસ્તાને તમામ મુખ્ય દેશોની યજમાની કરી છે. હાલના દિવસોમાં જ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ જેવી ટીમ પાકિસ્તાનમાં આવીને રમી છે, સુરક્ષાની કોઈ સમસ્યા આવી નથી. અમે ભારત વિરુદ્ધ કેટલીક મેચ તટસ્ત સ્થળ પર રમી શકે છે અને બાકી ટીમની મેચ પણ રમી શકે છે. અમે સમજૂતી માટે તૈયાર છીએ. બધું જ કે કંઈ પણ નહીં, તેવું નથી જે અમે ઈચ્છીએ છીએ.

તેમણે આગળ કહ્યું- જ્યારે વિશ્વ કપ આવશે તો અમે પણ આ પ્રકારના હાઈબ્રિડ મોડલનું પાલન કરી શકીએ છીએ. મને વિશ્વાસ નથી કે અમારી સરકાર ભારતમાં વર્લ્ડ કપ રમવાની મંજૂરી આપશે કેમકે કહેવાય છે કે ભારત સરકારે પાકિસ્તાનમાં રમવા માટે ટીમ મોકલવા માટે BCCIને મંજૂરી નથી આપી. અમે તમામ મેચ તટસ્થ સ્થાન પર રમી શકીએ છીએ. વિશ્વ કપ કોઈ પણ સમસ્યા વગર આયોજિત થઈ શકે છે, એશિયા કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી પણ આયોજિત થઈ શકે છે.

તેમણે કહ્યું- જો ભારત પાકિસ્તાનમાં રમવા માટે તૈયાર છે, તો કોઈ સમસ્યા નથી. તો અમે વિશ્વ કપ રમવા માટે ભારત આવીશું. જો આ શક્ય નથી તો હાઈબ્રિડ મોડલનો ઉપયોગ એક સમજૂતી માટે કરી શકાય છે.