IND vs WI 1st ODI 2026: વેસ્ટ ઈન્ડીઝે પ્રથમ વન ડેમાં જ ઈતિહાસ રચ્યો, કેમ્પબેલ-ગ્રીવ્સની જોડીએ 24 વર્ષ જૂનો ગેઈલ-હિન્ડસનો રેકોર્ડ તોડ્યો

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની પ્રથમ વનડેમાં કેરેબિયન ટીમના ઓપનરોએ 135 રનની ભાગીદારી કરીને 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. જૉન કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સની જોડીએ ક્રિસ ગેલ અને વૉવેલ હિન્ડસના 2002ના રેકોર્ડને પાછળ છોડી દીધો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 27 Sep 2026 04:53 PM (IST)Updated: Sun, 27 Sep 2026 04:53 PM (IST)
ind-vs-wi-1st-odi-west-indies-create-history-in-india-break-24-year-old-opening-partnership-record

IND vs WI 1st ODI 2026: ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે ઈન્ટરનેશનલ સિરીઝની પ્રથમ મેચ આજે તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ટ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટૉસ હારીને બેટિંગ કરવા ઉતરેલી કેરેબિયન ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 100થી વધુ રન ઝૂડી નાંખ્યા છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડીઝની ઑપનર જોડીએ શાનદાર બેટિંગ કરીને ઈતિહાસ રચ્યો છે.

હકીકતમાં 2002 બાદ આવું પ્રથમ વખત બન્યું છે, જ્યારે વેસ્ટ ઈન્ડીઝના ઑપનર જૉન કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સ વચ્ચે ભારતની ભૂમિ પર 135 રનની પાર્ટનરશિપ થઈ હોય.

અગાઉ 2002માં ક્રીસ ગેઈલ અને વૉવેલ હિન્ડસે વડોદરામાં તાબડતોડ બેટિંગ કરતા પ્રથમ વિકેટ માટે 132 રન ફટકાર્યા હતા. આ સાથે જ જોન કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સની જોડીએ પ્રથમ વિકેટ માટે 135 રન બનાવીને ગેઈલ અને હિન્ડસના 24 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાંખ્યો છે.

જણાવી દઈએ કે, ભારતની ધરતી પર ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડીઝ તરફથી આ ત્રીજી સૌથી મોટી ઑપનિંગ પાર્ટનરશિપ છે. આજે જૉન કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સની જોડીને ગેઈલ અને હિન્ડસનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.

આ બાબતમાં ટોચ પર આજની તારીખે પણ ગોર્ડન ગ્રીનિઝ અને ફિલ સિમન્સની જોડી છે. આ બન્નેની જોડીએ 1988માં ભારત વિરુદ્ધ તિરુવનંતપુરમના નહેરુ સ્ટેડિયમમાં 164 રનની ઑપનિંગ પાર્ટનરશિપ કરી હતી.

જે બાદ બીજા નંબરે ગૉર્ડન ગ્રીનિજ અને ડેસમન્ડ હેઈન્સની જોડીનો રેકોર્ડ છે, જેમણે 1983માં ઈન્દોરના નહેરુ સ્ટેડિયમ પર 149 રનની ઑપનિંગ પાર્ટનરશિપ કરી હતી.