IND vs WI 1st ODI Live: ભારતને મળી પ્રથમ સફળતા, જ્હોન કેમ્પબેલ 62 રન પર કેચ આઉટ; સ્કોર 135-1

IND vs WI 1st ODI Live Score: તિરુવનંતપુરમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે પહેલી વનડે મેચ રમાઈ રહી છે. લાઈવ સ્કોર જોવા પેજ રિફ્રેશ કરો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 27 Sep 2026 02:51 PM (IST)Updated: Sun, 27 Sep 2026 03:32 PM (IST)
india-vs-west-indies-1st-odi-live-score-ind-vs-wi-match-updates-scorecard-and-highlights
India vs West Indies 1st ODI Live Score

India vs West Indies 1st ODI Live Score: ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાઈ રહી છે. આજે 27 સપ્ટેમ્બર, રવિવારે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પ્રથમ વનડે મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગીલે ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી છે. આ મેચમાં બધાની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર છે, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ વાપસી કરી રહ્યો છે.

10 ચોગ્ગા સાથે જસ્ટિન ગ્રીવ્સની ફિફ્ટી પૂર્ણ

નમન ધીરના બોલ પર જસ્ટિન ગ્રીવ્સે સરળતાથી સ્ક્વેર-કટ કરીને પોઈન્ટની દિશામાં બાઉન્ડ્રી ફટકારી છે. આ સાથે વેસ્ટ ઈન્ડિઝના 100 રન અને ગ્રીવ્સની અડધી સદી પણ પૂરી થઈ છે.  જસ્ટિન ગ્રીવ્સે 10 ચોગ્ગાની મદદથી 45 બોલમાં 57 રન બનાવી મજબૂતાઈથી રમી રહ્યા છે. બીજી તરફ જ્હોન કેમ્પબેલ 44 બોલમાં 43 રન બનાવી ફિફ્ટી તરફ આગળ વધી રહ્યા છે.

10 ઓવર પૂર્ણ, વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 85-0

પ્રથમ ઈનિંગની 10 ઓવર પૂર્ણ થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમનો સ્કોર 85 રન છે, જ્યારે હજુ સુધી એકપણ વિકેટ ગુમાવવી પડી નથી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જસ્ટિન ગ્રીવ્સે 35 બોલમાં 43 રન બનાવ્યા છે, જેમાં 9 ચોગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે જ્હોન કેમ્પબેલ પણ 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 31 બોલમાં 39 રન બનાવી ક્રીઝ પર મજબૂત રીતે ઊભા છે.

ભારતે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે

ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. નમન ધીર ભારત માટે ડેબ્યૂ કરી રહ્યો છે. વેસ્ટ ઈન્ડીઝની ઈનિંગ શરૂ થઈ ગઈ છે. જસ્ટિન ગ્રીવ્સ અને જોન કેમ્પબેલ ઈનિંગની શરૂઆત કરી રહ્યા છે. ભારત તરફથી નીતિશ રેડ્ડી પહેલી ઓવર ફેંકી રહ્યા છે.

IND vs WI 1st ODI: બંને ટીમોની પ્લેઈંગ-11

ભારતીય ટીમ (Indian Cricket Team): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, રવીન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, ગુરનૂર બરાડ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણ.

વેસ્ટ ઈન્ડીઝ ટીમ (West Indies Cricket Team): શૈ હોપ (કેપ્ટન), જોન કેમ્પબેલ, જસ્ટિન ગ્રીવ્સ, કેસી કાર્ટી, આમિર જાંગૂ, જ્વેલ એન્ડ્રુ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડે, ગુડકેશ મોતી, અલ્ઝારી જોસેફ, જેડન સીલ્સ.