IND vs PAK Asia Cup 2025 Final: શ્રીલંકા સામે સુપર-4ની છેલ્લી મેચ જીતવામાં સફળ રહ્યા બાદ ભારતની મુશ્કેલીઓ ત્યારે વધી ગઈ જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને યુવા ખેલાડી અભિષેક શર્મા ઈજાને કારણે મેદાન છોડી ગયા. આ ઘટનાએ પાકિસ્તાન સામેની ફાઇનલ પહેલા ભારતીય ટીમની ચિંતા વધારી દીધી છે. જોકે મેચ બાદ ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે બંને ખેલાડીઓની ઈજા અંગે મહત્વપૂર્ણ અપડેટ આપી છે.
શું છે ખેલાડીઓની ઈજાની સ્થિતિ?
આ પણ વાંચો
શ્રીલંકા સામેની મેચમાં હાર્દિક પંડ્યાએ પોતાની પહેલી જ ઓવરમાં કુસલ મેન્ડિસને આઉટ કર્યો અને ત્યારબાદ તે મેદાનની બહાર જતો રહ્યો અને પાછો ફર્યો નહીં. તેવી જ રીતે અભિષેક શર્મા પણ 10મી ઓવરમાં મેદાન છોડીને બહાર જતો રહ્યો હતો. શરૂઆતમાં બંને ખેલાડીઓ હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાઈ રહ્યા હોવાનું લાગી રહ્યું હતું.
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં બોલિંગ કોચ મોર્ને મોર્કેલે સ્પષ્ટતા કરી કે બંને ખેલાડીઓને મેચ દરમિયાન સ્નાયુ ખેંચાવાની (cramps) સમસ્યા થઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે હાર્દિકની આજે રાત્રે અને કાલે સવારે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ અમે તેના પર કોઈ નિર્ણય લઈશું. પરંતુ બંનેને મેચ દરમિયાન માત્ર ક્રેમ્પ્સની જ સમસ્યા થઈ હતી. અભિષેક ઠીક છે.
મેચના અંતમાં તિલક વર્મા પણ લંગડાતા મેદાનની બહાર જતો જોવા મળ્યો હતો, પરંતુ તેની ઈજા અંગે કોઈ અપડેટ આવ્યું નથી. ભારતને અંતે ત્રણ વધારાના ફિલ્ડરો - રિંકુ સિંહ, જિતેશ શર્મા અને શિવમ દુબે સાથે મેદાન પર રહેવું પડ્યું હતું.
આ પણ વાંચો: IND vs SL: એશિયા કપમાં પહેલી વાર બન્યું… જીત્યું ભારત, પરંતુ 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો શ્રીલંકન ખેલાડી
ટીમ ઈન્ડિયા માટે 'વેક-અપ કૉલ'
મોર્કેલનું માનવું છે કે આ ઘટના ટીમ માટે એક સારી ચેતવણી (વેક-અપ કૉલ) છે, કારણ કે અત્યાર સુધી ટીમનું પ્રદર્શન સંપૂર્ણ રીતે શ્રેષ્ઠ રહ્યું નથી. તેમણે સ્વીકાર્યું કે મને નથી લાગતું કે અમે આ ટૂર્નામેન્ટમાં એક પણ સંપૂર્ણ રમત રમી છે. દરેક મેચ પછી અમે કયા ક્ષેત્રોમાં સુધારો કરવા માંગીએ છીએ તેની ચર્ચા કરીએ છીએ. મોર્કેલે સ્પષ્ટપણે કહ્યું કે બધા વિભાગોમાં હજી કામ બાકી છે. અમે કોઈપણ રીતે સંપૂર્ણપણે તૈયાર નથી અને અમે તે જાણીએ છીએ.
આ પણ વાંચો:
