IND vs NZ Live Score: હાર્દિક પંડ્યા 18 બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને છઠ્ઠો ઝાટકો

IND vs NZ Live Score, Champions Trophy 2025 Final: આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે UAEના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 09 Mar 2025 06:04 PM (IST)Updated: Sun 09 Mar 2025 09:46 PM (IST)
ind-vs-nz-live-score-india-vs-new-zealand-champions-trophy-2025-final-match-cricket-scoreboard-latest-updates-dubai-in-gujarati-488215

IND vs NZ Live Score, Champions Trophy 2025 Final: આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે UAEના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે, ન્યુઝીલેન્ડે વર્ષ 2000 માં ફાઇનલમાં ભારતને હરાવીને તેમની પ્રથમ અને એકમાત્ર ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારે ટીમ ઈન્ડિયાએ આ હારનો બદલો લેવા માંગશે.

IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકશાન પર 251 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડ માટે ડેરિલ મિશેલે 63 રન જ્યારે માઈકલ બ્રેસવેલે 53* રનની ઈનિંગ રમી. ટીમ ઈન્ડિયા માટે વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ જ્યારે જાડેજા અને શમીએ એક-એક વિકેટ ઝડપી છે.

IND vs NZ Live Score: હાર્દિક પંડ્યા 18 રન બનાવી આઉટ થયો છે. ભારતની છઠ્ઠી વિકેટ પડી છે

IND vs NZ Live Score: અક્ષર પટેલ 29 રન બનાવીને આઉટ થયો

IND vs NZ Live Score: ટીમ ઈન્ડિયાને ચોથો ઝાટકો લાગ્યો છે. શ્રેયસ અય્યર 48 રન બનાવીને આઉટ થયો છે.

IND vs NZ Live Score: રોહિત શર્મા 76 રન બનાવીને આઉટ થયો છે. ટીમને ત્રીજો ઝાટકો લાગ્યો છે.

IND vs NZ Live Score: ભારતની બીજી વિકેટ પડી છે. કોહલી એક રન બનાવી આઉટ થયો

IND vs NZ Live Score: ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ પડી, ગિલ 31 રન બનાવી આઉટ

IND vs NZ Live Score: ટીમ ઈન્ડિયા જીત માટે અગ્રેસર છે અને મજબૂત સ્થિતિમાં છે. કેપ્ટન રોહિત શર્માએ અડધી સદી પૂરી કરી છે.

IND vs NZ Live Score: કેપ્ટન રોહિત શર્માએ આવતાની સાથે સિક્સર ફટકારી શરૂઆત કરી છે.

IND vs NZ Live Score: ટીમ ઈન્ડિયાને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે 252 રનનો ટાર્ગેટ મળ્યો

IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડની છઠ્ઠી વિકેટ પડી, મોહમ્મદ શમીએ મિશેલને આઉટ કર્યો

IND vs NZ Live Score: ડેરિલ મિશેલની હાફ સેન્ચુરી

IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડનો સ્કોર 40 ઓવર બાદ 5 વિકેટના નુકશાન પર 172 રન, મિશેલ અને બ્રેસવેલ ક્રિઝ પર; ટીમ ઈન્ડિયા માટે વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવની 2-2 વિકેટ, જાડેજાની એક વિકેટ

IND vs NZ Live Score: વરુણ ચક્રવર્તીની જાળમાં ફસાઈ ન્યૂઝીલેન્ડની ટીમ, અડધી ટીમ પેવેલિયન પરત ફરી

IND vs NZ Live Score: રવિન્દ્ર જાડેજાએ ટોમ લેથમને આઉટ કર્યો, ન્યૂઝીલેન્ડ લાગ્યો ચોથો ઝટકો

IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડનો સ્કોર 100 રનને પાર, ડેરિલ મિશેલ અને ટોમ લેથમ ક્રિઝ પર

IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડનો સ્કોર 13 ઓવર બાદ 3 વિકેટના નુકશાન પર 77 રન, ડેરિલ મિશેલ અને ટોમ લેથમ ક્રિઝ પર

IND vs NZ Live Score: કુલદીપ યાદવની ફિરકીમાં ફસાઈ ન્યૂઝીલેન્ડની ટીમ, બંને ઓપનર બાદ વિલિયમસન પણ આઉટ

IND vs NZ Live Score: વરુણ ચક્રવર્તીએ અપાવી ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા, વિલ યંગ 15 રન બનાવીને આઉટ

IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડની શાનદાર શરૂઆત, 7 ઓવર બાદ ટીમનો સ્કોર વિના વિકેટે 51 રન

IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડનો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય

IND vs NZ Live Score: ભારતની પ્લેઇંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ-11

વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (ડબલ્યુ), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કપ્તાન), કાયલ જેમીસન, વિલિયમ ઓરોર્ક, નાથન સ્મિથ.

IND vs NZ Live Score: દુબઈમાં હવામાન કેવું રહેશે (Dubai Weather Forecast)

આજે દુબઈમાં હવામાન અનુકૂળ રહેવાની સંભાવના છે. તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જો કે, દિવસ વધતા તાપમાન ધીમે ધીમે ઘટશે. સાંજ સુધીમાં તે 28 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જવાની શક્યતા છે. સારા સમાચાર એ છે કે વરસાદની કોઈ સંભાવના નથી.

IND vs NZ Live Score: લાઈવ સ્ટ્રીમિંગ (Live Streaming)

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ ટીવી પર સ્પોર્ટ્સ 18 નેટવર્ક, સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી, ડીડી સ્પોર્ટ્સ પર જોઈ શકાશે જ્યારે મોબાઇલ પર જિયોહોટસ્ટાર (JioHotstar) એપ પર જોઈ શકાશે.

IND vs NZ Live Score: દુબઈ પિચ રિપોર્ટ (Dubai Pitch Report)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ મેચ એ જ પીચ પર રમાશે, જ્યાં ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. આ પીચ બેટ્સમેનો માટે પડકારજનક સાબિત થઈ શકે છે, કારણ કે તે ધીમી હશે અને સ્પિનરો માટે અનુકૂળ રહેશે. સાથે જ, ફાસ્ટ બોલરો પણ બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે.

આ પિચની શરૂઆતમાં ઝડપી રન બનાવવાની તક રહેશે, જો કે, મધ્યમ ક્રમમાં સિંગલ્સ અને ડબલ્સ પર વધુ ધ્યાન આપવું પડશે. દુબઈમાં ઝાકળનો કોઈ ખાસ પ્રભાવ નહીં જોવા મળે, તેથી ટોસ જીતનાર કેપ્ટન પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. જોકે, અહીં રન ચેઝ કરવું ખૂબ મુશ્કેલ નથી, પણ જો પહેલી ઈનિંગમાં 290-300 રન બનાવવામાં આવે, તો લક્ષ્ય હાંસલ કરવું બીજી ટીમ માટે કઠિન બની શકે છે.

IND vs NZ Live Score: Head-To-Head Record: ભારત-ન્યૂઝીલેન્ડનું ચેમ્પિયન્સ ટ્રોફી, વનડે ક્રિકેટ અને આઈસીસી ઈવેન્ટ્સમાં પ્રદર્શન:

IND vs NZ Live Score – ચેમ્પિયન્સ ટ્રોફી – હેડ-ટુ-હેડ રેકોર્ડ

ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ભારત અને ન્યૂઝીલેન્ડ બે વખત આમને-સામને આવી ચુક્યા છે. પ્રથમ મુકાબલો વર્ષ 2000માં થયો હતો, જ્યારે આ ટૂર્નામેન્ટને ICC નોકઆઉટ તરીકે ઓળખાતી હતી, અને તેમાં ન્યૂઝીલેન્ડે ભારતને પરાજય આપ્યો હતો. બીજી વખત, વર્તમાન ટૂર્નામેન્ટમાં બંને ટીમો ગ્રુપ સ્ટેજમાં ટકરાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને માત આપી હતી.

IND vs NZ Live Score – વનડે ક્રિકેટ – હેડ-ટુ-હેડ રેકોર્ડ

ભારત અને ન્યૂઝીલેન્ડ અત્યાર સુધીમાં 119 ODI મેચોમાં સામસામે આવી ચૂક્યા છે, જેમાં ભારતે 61 અને ન્યૂઝીલેન્ડે 50 જીત મેળવી છે. 7 મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું, જ્યારે 1 મેચ ટાઈ થઈ હતી.

IND vs NZ Live Score – આઈસીસી ઈવેન્ટ્સમાં હેડ-ટુ-હેડ રેકોર્ડ

ICC ઇવેન્ટ્સમાં બંને ટીમો 12 વખત ટકરાઈ છે, જેમાં ન્યૂઝીલેન્ડે 6 અને ભારતે 6 વખત જીત મેળવી છે.

IND vs NZ Live Score – આઈસીસી નોકઆઉટમાં હેડ-ટુ-હેડ રેકોર્ડ

  • કુલ મેચ- 4
  • ભારત જીત્યું – 1
  • ન્યૂઝીલેન્ડ જીત્યું- 3