IND vs NZ T20 And ODI Series 2026 Schedule and Live Streaming Details: દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચની T20 શ્રેણીમાં 3-1થી શાનદાર વિજય મેળવ્યા બાદ, ભારતીય ક્રિકેટ ટીમ હવે આગામી પડકારો માટે સજ્જ છે. વર્ષ 2026 ની શરૂઆતમાં જ ભારતીય ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. T20 World Cup 2026 પહેલા ભારત માટે આ આખરી અને સૌથી મહત્વની આંતરરાષ્ટ્રીય શ્રેણી બની રહેશે.
વર્લ્ડ કપની પૂર્વતૈયારીનો સુવર્ણ અવસર
આગામી ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે. તે પહેલાં ટીમ ઈન્ડિયા પોતાની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે ન્યુઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે. ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસની શરૂઆત 3 મેચની ODI શ્રેણીથી થશે, ત્યારબાદ બંને ટીમો વચ્ચે 5 મેચની રોમાંચક T20 શ્રેણી રમાશે. T20 શ્રેણીની ફાઈનલ મેચ 31 જાન્યુઆરીના રોજ રમાશે, જે વર્લ્ડ કપના એક સપ્તાહ પહેલા જ પૂર્ણ થશે.
ગુજરાતના ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર
ક્રિકેટ ચાહકો માટે ખુશીના સમાચાર એ છે કે આ શ્રેણીની શરૂઆતી બે ODI મેચો ગુજરાતમાં રમાશે. શ્રેણીની પ્રથમ મેચ વડોદરા અને બીજી મેચ રાજકોટમાં યોજાશે.
IND vs NZ 2026 Schedule: વનડે સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ
| તારીખ | મેચ | સ્થળ | સમય |
|---|---|---|---|
| 11 જાન્યુઆરી | પ્રથમ ODI | વડોદરા | બપોરે 1:30 વાગ્યે |
| 14 જાન્યુઆરી | બીજી ODI | રાજકોટ | બપોરે 1:30 વાગ્યે |
| 18 જાન્યુઆરી | ત્રીજી ODI | ઈન્દોર | બપોરે 1:30 વાગ્યે |
| તારીખ | મેચ | સ્થળ | સમય |
|---|---|---|---|
| 21 જાન્યુઆરી | પ્રથમ T20 | નાગપુર | સાંજે 7:00 વાગ્યે |
| 23 જાન્યુઆરી | બીજી T20 | રાયપુર | સાંજે 7:00 વાગ્યે |
| 25 જાન્યુઆરી | ત્રીજી T20 | ગુવાહાટી | સાંજે 7:00 વાગ્યે |
| 28 જાન્યુઆરી | ચોથી T20 | વિશાખાપટ્ટનમ | સાંજે 7:00 વાગ્યે |
| 31 જાન્યુઆરી | પાંચમી T20 | તિરુવનંતપુરમ | સાંજે 7:00 વાગ્યે |
