IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં, ટીમને 100 રનથી વધુની લીડ મળી

આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો બીજો દિવસ છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ દિવસે એક પણ બોલ નાખ્યા વિના રમત સમાપ્ત થઈ હતી.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Thu 17 Oct 2024 04:40 PM (IST)Updated: Thu 17 Oct 2024 04:40 PM (IST)
ind-vs-nz-live-score-1st-test-day-2-india-vs-new-zealand-scorecard-updates-m-chinnaswamy-stadium-in-bengaluru-414323

IND vs NZ (India vs New Zealand) Live Score 1st Test Day 2 (ભારત વિ ન્યૂઝીલેન્ડ): ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બેંગ્લુરુમાં છે. ત્યારે બેંગલુરુમાં ભારે વરસાદને કારણે પ્રથમ દિવસ ધોવાઈ ગયો હતો. એક પણ બોલ નાખ્યા વિના રમત સમાપ્ત થઈ ગઈ હતી. ત્યારે આજે બીજા દિવસે વરસાદ રોકાતા ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં, ટીમને 100 રનથી વધુની લીડ મળી

IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડની ટીમની શાનદાર શરૂઆત, ટી બ્રેક સુધી 1 વિકેટના નુકસાન પર 82 રન

IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડની ટીમની શાનદાર શરૂઆત, વિના વિકેટે સ્કોર 50 રનને પાર

IND vs NZ Live Score: ભારતીય ટીમ 46 રનમાં ઓલઆઉટ, ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો ત્રીજા સૌથી ઓછો સ્કોર

IND vs NZ Live Score: ભારતની સાતમી વિકેટ પડી, પાંચ બેટ્સેમેન તો શૂન્ય રને આઉટ

IND vs NZ Live Score: ભારતની આઠમી વિકેટ પડી, પાંચ બેટ્સેમેન તો શૂન્ય રને આઉટ

IND vs NZ Live Score: ભારતની 6 વિકેટ પડી, ચાર બેટ્સેમેન શૂન્ય રને આઉટ

IND vs NZ Live Score: ભારતની અડધી ટીમ પેવેલિયન ભેગી, કોહલી અને સરફરાઝ બાદ કેએલ રાહુલ પણ શૂન્ય રને આઉટ

IND vs NZ Live Score: ભારતની ચોથી વિકેટ પડી, યશસ્વી જયસ્વાલ 13 રન બનાવીને આઉટ, ભારતનો સ્કોર 31 રન પર 4 વિકેટ

IND vs NZ Live Score: ભારતની ખરાબ શરૂઆત, 10 રનની અંદર રોહિત, કોહલી અને સરફરાઝ પેવેલિયન ભેગા

IND vs NZ Live Score: ભારતની ખરાબ શરૂઆત, 10 રનની અંદર રોહિત અને કોહલી બંને પેવેલિયન ભેગા થયા

બંને ટીમોની પ્લેઈંગ 11

ભારત: રોહિત શર્મા (C) , યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, ઋષભ પંત (WK) , રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.

ન્યૂઝીલેન્ડ: ટોમ લેથમ (C), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ (WK), ગ્લેન ફિલિપ્સ, મેટ હેનરી, ટિમ સાઉથી, એજાઝ પટેલ, વિલિયમ ઓરોર્કે

આ પણ જાણો:

  • વિરાટ કોહલી (Virat Kohli) 53 રન બનાવતા જ ટેસ્ટ ક્રિકેટમાં 9000 રન બનાવનાર ચોથો ભારતીય બની જશે. જો કે, તેણે આ વર્ષે તેની છેલ્લી છ ઇનિંગ્સમાં એક પણ ફિફ્ટી બનાવી નથી.
  • ન્યૂઝીલેન્ડ ભારતના તેના 12 પ્રવાસમાં એકપણ ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી શક્યું નથી. છેલ્લી વખત તેઓ ભારતમાં 1988માં વાનખેડે ખાતે ટેસ્ટ મેચ જીત્યા હતા.