IND vs NZ 1st Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગ્લુરુ રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ શરમજનક રેકોર્ડ પોતાના નામ કર્યો છે. આજે ટેસ્ટ મેચના બીજા દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 46 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે જ ભારતે ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં તેનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો છે.
Innings Break!#TeamIndia all out for 46.
— BCCI (@BCCI) October 17, 2024
Over to our bowlers now! 👍 👍
Match Updates ▶️ https://t.co/8qhNBrrtDF#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/GhqcZy2rby
આ પણ વાંચો - IND vs NZ Live Score: અહીં મેળવો મેચનો લાઈવ સ્કોર
ભારતીય ટીમનો ઘરઆંગણ આ સૌથી ઓછો સ્કોર છે. અગાઉ, વર્ષ 1987માં ભારતે વેસ્ટઈન્ડિઝ સામે દિલ્હી ટેસ્ટ મેચમાં તેની પ્રથમ ઈનિંગમાં 75 રન બનાવ્યા હતા. આ સાથે જ તે ભારતમાં ટેસ્ટ મેચમાં એક ટીમનો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ, ન્યૂઝીલેન્ડની ટીમ વર્ષ 2021માં મુંબઈ ટેસ્ટ મેચમાં ભારત સામે 62 રને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતમાં સૌથી ઓછો સ્કોર (ટેસ્ટ ક્રિકેટ)
46 - ભારત વિ ન્યુઝીલેન્ડ, બેંગલુરુ, 2024*
62 - ન્યુઝીલેન્ડ વિ ભારત, મુંબઈ, 2021
75 - ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ, દિલ્હી, 1987
76 - ભારત વિ દક્ષિણ આફ્રિકા, અમદાવાદ, 2008
79 - દક્ષિણ આફ્રિકા વિ ભારત, નાગપુર, 2015