IND vs ENG T20 Live Streaming: સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ ત્રીજી ટી20 મેચમાં ઇંગ્લેન્ડ સામે અજય લીડ મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. કોલકાતા અને ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ બે ટી20 મેચ જીતીને ભારતે પાંચ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી હતી. ભારતે બંને મેચમાં પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા અને ઇંગ્લેન્ડના બેટ્સમેનોને મોટા સ્કોર કરતા અટકાવ્યા હતા.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી મેચ ક્યારે રમાશે?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ મંગળવારે એટલે કે 28 જાન્યુઆરીએ રમાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ ક્યાં રમાશે?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ ક્યારે શરૂ થશે?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે સાંજે 6:30 વાગ્યે થશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ કઇ ટીવી ચેનલ પર જોઈ શકાશે?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીના પ્રસારણના અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં ઉપલબ્ધ થશે?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ Disney+ Hotstar પર ઓનલાઈન જોઈ શકાય છે. આ સાથે, દર્શકો ગુજરાતી જાગરણ પર મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ પણ વાંચી શકે છે.