IND vs ENG: ઇંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જો રૂટને ભારતીયો સામે બેટિંગ કરવાનું ખૂબ ગમે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં પણ આ જોવા મળ્યું.
શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ ઓવલ મેદાન પર રમાઈ રહી છે. જો રૂટે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં સદી ફટકારીને મેચને એકતરફી બનાવી દીધી. રૂટે 137 બોલમાં પોતાની કારકિર્દીની 39મી ટેસ્ટ સદી ફટકારી. આ શ્રેણીમાં આ તેની ત્રીજી સદી છે. ઉપરાંત, તે ભારત સામે તેની 12મી ટેસ્ટ સદી છે.
📂 Test Match
— England Cricket (@englandcricket) August 3, 2025
└📁 Most Used
└📁 Joe Root
└🖼️ Hundred Graphic.jpg
Same old same old for our Joe ❤️ pic.twitter.com/DylMvYhZr4
સૌથી વધુ ટેસ્ટ સદીઓ
- 51 - સચિન તેંડુલકર (ભારત)
- 45 - જેક્સ કાલિસ (દક્ષિણ આફ્રિકા)
- 41 - રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)
- 39 - જો રૂટ (ઇંગ્લેન્ડ)*
- 38 - કુમાર સંગાકારા (શ્રીલંકા)
કોઈ એક હરીફ ટીમ સામે સૌથી વધુ ટેસ્ટ સદીઓ
- 19 - ડોન બ્રેડમેન (ઓસ્ટ્રેલિયા) વિરુદ્ધ ઈંગ્લેન્ડ
- 13 - સુનિલ ગાવસ્કર (ભારત) વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
- 13 - જો રૂટ (ઈંગ્લેન્ડ) વિરુદ્ધ ભારત
- 12 - જેક હોબ્સ (ઈંગ્લેન્ડ) વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
- 12 - સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા) વિરુદ્ધ ઈંગ્લેન્ડ
ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ સદીઓ
- 24 - જો રૂટ ઈંગ્લેન્ડમાં
- 23 - મહેલા જયવર્ધને શ્રીલંકામાં
- 23 - જેક્સ કાલિસ દક્ષિણ આફ્રિકામાં
- 23 - રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયામાં
- 22 - કુમાર સંગાકારા શ્રીલંકામાં
- 22- સચિન તેંડુલકર ભારતમાં
એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ વ્યક્તિગત સદીઓ
- 21 - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, 1955
- 21 - ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ, 2025
- 20 - વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, 2003/2004
39 ટેસ્ટ સદી સુધી પહોંચવા માટે સૌથી ઓછી ઇનિંગ્સ
- 236 - સચિન તેંડુલકર
- 239 - રિકી પોન્ટિંગ
- 245 - જેક્સ કાલિસ
- 288 - જો રૂટ*
એક્ટિવ પ્લેયર દ્વારા સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીઓ
- વિરાટ કોહલી - 82
- જો રૂટ - 57*
- રોહિત શર્મા - 49
- સ્ટીવ સ્મિથ - 48
- કેન વિલિયમસન - 48