IND vs AUS Live Score: પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 1 વિકેટના નુકશાન પર 9 રન, ટીમ ઈન્ડિયાએ બનાવ્યા 185 રન

IND vs AUS 5th Test Live Score: આજથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. હાલ આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 2-1થી આગળ છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Fri 03 Jan 2025 12:51 PM (IST)Updated: Fri 03 Jan 2025 12:51 PM (IST)
ind-vs-aus-live-score-5th-test-day-1-india-vs-australia-border-gavaskar-trophy-latest-scorecard-update-sydney-454577

IND vs AUS 5th Test Live Score: આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમે આ ટેસ્ટ મેચ WTC ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે જીતવી જ પડશે. હાલ આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 2-1થી આગળ છે. આ મેચમાં રોહિત શર્મા રમી રહ્યો નથી, તેના સ્થાન જસપ્રીત બુમરાહની ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

IND vs AUS Live Score: પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 1 વિકેટના નુકશાન પર 9 રન, ટીમ ઈન્ડિયાએ બનાવ્યા 185 રન

IND vs AUS Live Score: ટીમ ઈન્ડિયા 185 રનમાં ઓલઆઉટ, ઋષભ પંતે સૌથી વધુ 40 રન બનાવ્યા

IND vs AUS Live Score: ટીમ ઈન્ડિયા મુશ્કેલ સ્થિતિમાં, 8 વિકેટ પડી

IND vs AUS Live Score: ઋષભ પંત બાદ નીતિશ રેડ્ડી પણ આઉટ, ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 વિકેટના નુકશાન પર 120 રન

IND vs AUS Live Score: અડધી ભારતીય ટીમ પેવેલિયન પરત ફરી, ઋષભ પંત 40 રન બનાવીને આઉટ

IND vs AUS Live Score: ટી બ્રેક સુધી ભારતનો સ્કોર 4 વિકેટના નુકશાન પર 107 રન, પંત અને જાડેજા ક્રીઝ પર

IND vs AUS Live Score: ભારતનો સ્કોર 100 રનને પાર, પંત અને જાડેજા ક્રીઝ પર

IND vs AUS Live Score: વિરાટ કોહલી (Virat Kohli) ફરી એકવાર નિષ્ફળ, ભારતની ચોથી વિકેટ પડી

IND vs AUS Live Score: ભારતને કોહલી અને પંત પાસેથી મોટી ઈનિંગની આશા

IND vs AUS 5th Test Live Score: લંચ સુધી ભારતનો સ્કોર 3 વિકેટના નુકશાન પર 57 રન, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ અને શુભમન ગિલ આઉટ

IND vs AUS 5th Test Live Score: ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

સિડની ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

જસપ્રીત બુમરાહ (c), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (wk), રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, નીતિશ રેડ્ડી , વોશિંગ્ટન સુંદર.

સિડની ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11

સેમ કોન્સ્ટાસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી(wk), પેટ કમિન્સ(c), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

IND vs AUS Live Score: સિડનીમાં કેવું રહેશે હવામાન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટના પહેલા દિવસે વરસાદની સંભાવના છે. અહીં તાપમાન 23-25 ​​ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ટોસ જીત્યા પછી ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે, જેથી બોલરો ભેજનો ફાયદો ઉઠાવી શકે.

IND vs AUS Live Score: પાંચમી ટેસ્ટ મેચ સેશન સમય

  • ટોસ: 4.30 AM (પ્રથમ દિવસ)
  • પ્રથમ સેશન: 5 AM થી 7 AM
  • લંચ બ્રેક: 7 AM થી 7:40 AM
  • બીજું સેશન: 7:40 AM થી 9:40 AM
  • ટી બ્રેક: 9:40 AM થી 10 AM
  • ત્રીજું સેશન: 10 AM થી 12 PM