IND vs AUS Highlight: ડે નાઇટ ટેસ્ટ મેચમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત, સિરીઝ 1-1 થી બરાબર

IND vs AUS Live Score: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે. બને ટીમ જીતના ઇરાદે મેદાને ઉતરશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 08 Dec 2024 08:30 AM (IST)Updated: Sun 08 Dec 2024 11:12 AM (IST)
ind-vs-aus-live-score-2nd-test-day-3-india-vs-australia-live-cricket-scorecard-updates-from-adelaide-oval-441173
HIGHLIGHTS
  • ઓસ્ટ્રેલિયાએ ભારતને 157 રનની લીડ આપી
  • બીજા દિવસના અંતે ભારતનો સ્કોર 5 વિકેટે 128 રન

IND vs AUS Highlight: ડે નાઇટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત થઇ છે. હાલમાં સિરીઝ 1-1 થી બરાબર થઇ છે.

IND vs AUS Highlight: ભારતીય ટીમ 175 રનમાં ઓલઆઉટ થઇ છે. ઓસ્ટ્રેલિયન ટીમને જીત માટે મળ્યો ફક્ત 18 રનનો ટાર્ગેટ.

IND vs AUS Highlight: ભારતની નવમી વિકેટ 166 રનના સ્કોર પર પડી. નિતીશ કુમાર રેડ્ડી 42 રન બનાવીને આઉટ થયો.

IND vs AUS Highlight: ભારતની આઠમી વિકેટ 153 રનના સ્કોર પર પડી. હર્ષિત રાણા શૂન્ય પર આઉટ થયો.

IND vs AUS Highlight: ભારતની સાતમી વિકેટ 148 રનના સ્કોર પર પડી. અશ્વિન 7 રન બનાવીને થયો આઉટ.

IND vs AUS Highlight: ભારતની છઠ્ઠી વિકેટ 128 રનના સ્કોર પર પડી. પંત 28 રન બનાવીને મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો છે.

IND vs AUS Live Score, 2nd Test Day 3, ભારત વિ ઓસ્ટ્રેલિયા લાઇવ સ્કોર: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ડે નાઇટ ટેસ્ટ મેચ પિંક બોલથી રમાઇ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે. પ્રથમ દાવમાં ભારત 180 રનમાં સમેટાઇ ગયો હતો. અને ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ ઇંનિગમાં 337 રન બનાવ્યા હતા. અને ભારતને 157 રનની લીડ આપી હતી. ત્યારબાદ ભારતની બીજા દાવમાં કંઇ ખાસ શરુઆત જોવા મળી નથી. બીજા દિવસની અંતે ભારતનો સ્કોર 5 વિકેટે 128 રન છે.

IND vs AUS Highlight: ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ 11:

ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લેબુશેન, સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટ કિપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન અને સ્કોટ બોલેન્ડ.

IND vs AUS Highlight: ભારત પ્લેઇંગ 11:

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટ કિપર), રોહિત શર્મા (કેપ્ટન), નીતિશ રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.