ICC World Cup 2023 Schedule Live Updates: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી છે. ભારત હવે આ હારને ભૂલી ઓક્ટોબરમાં યોજાનારા વર્લ્ડ કપ 2023ની તૈયારીઓમાં લાગી જશે. આજે એટલે કે 12 જૂનના રોજ ICC તરફથી વર્લ્ડ કપ 2023 માટેનું ડ્રાફ્ટ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભારત કઈ તારીખે કઈ મેચ રમશે તે પણ જોઈ શકાય છે. ડ્રાફ્ટ શિડ્યુલ મુજબ 15 ઓક્ટોબરના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયા Vs પાકિસ્તાન (India vs Pakistan)ની હાઈવોલ્ટેજ મેચ રમાઈ શકે છે.
જાણો ICC વર્લ્ડ કપના ડ્રાફ્ટ શિડ્યુલ પ્રમાણે ઈન્ડિયાની મેચ અને વેન્યુ
- ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 8 ઓક્ટોબર, ચેન્નઈ
- ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, દિલ્હી
- ભારત વિરુદ્ધ પાકિસ્તાન, 15 ઓક્ટોબર, અમદાવાદ
- ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, પુણે
- ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, 22 ઓક્ટોબર, ધર્મશાળા
- ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, લખનઉ
- ભારત વિરુદ્ધ ક્વોલિફાયર, 2 નવેમ્બર, મુંબઈ
- ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા, 5 નવેમ્બર, કોલકાતા
- ભારત વિરુદ્ધ ક્વોલિફાયર, 11 નવેમ્બર, બેંગ્લુરુ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા તેના તરફથી તૈયાર કરાયેલા ડ્રાફ્ટ શેડ્યૂલ બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં એક-બે નહીં પરંતુ ચાર મેચ જોવા મળી છે. જેમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન અને વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચનો સમાવેશ થાય છે. જો વિશ્વના સૌથી મોટા ક્રિકેટમાં ચાર મોટી મેચો રમાશે તો દર્શકો માટે વિશ્વ રેકોર્ડ બનાવવાની સંભાવના છે. 1 લાખ દર્શકો ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ જોવા પહોંચ્યા નથી, પરંતુ આ રેકોર્ડ હવે ભારતમાં બની શકે છે. ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર, ઇંગ્લેન્ડે બે મેચ રમવાની છે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને ભારતે અહીં એક મેચ રમવાની છે.
રિપોર્ટ્સનું માનીએ તો ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરૂઆતની મેચ પાછલી ટૂર્નામેન્ટની ફાઇનલિસ્ટ ટીમો વચ્ચે રમાશે. આ રીતે ઈંગ્લેન્ડનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. આ પછી આ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી મેચ રમાનાર હોવાના અહેવાલ છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી મેચ રમાશે. તે જ સમયે, ચોથી મેચ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ હશે. આ સ્ટેડિયમ મોટી મેચ માટે વધુ સારું રહેશે, કારણ કે એક સાથે એક લાખથી વધુ લોકો મેચ જોઈ શકશે.
