GT vs PBKS: IPL જેવી ટુર્નામેન્ટમાં એક ભૂલ કેટલી મોંઘી સાબિત થઈ શકે છે તેનો પુરાવો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળ્યો. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં એવી ભૂલ કરી હતી જેના કારણે તેમની ટીમને 41 પેનલ્ટી લાગી હતી. હકીકતમાં ગુજરાત ટાઇટન્સના બે ખેલાડીઓ, રાશિદ ખાન અને અરશદ ખાને મળીને એક કેચ છોડ્યો જે ગુજરાત માટે મુશ્કેલીનું કારણ બન્યો. આ કેચ પંજાબના ઓપનર પ્રિયાંશ આર્યનો હતો, જેણે રાહત મેળવ્યા પછી ગુજરાતના બોલરોની ધોલાઈ કરી હતી.
પ્રિયાંશ આર્યનો કેચ 6 રને છુટ્યો હતો
જ્યારે પ્રિયાંશ આર્ય 6 રન પર રમી રહ્યો હતો, ત્યારે તેણે કાગીસો રબાડાના બોલ હવામાં ઉછાળ્યો હતો. પરંતુ અરશદ ખાન અને રાશિદ ખાન બંને આ કેચ પકડી શક્યા નહોતા. આ પછી પ્રિયાંશ આર્યએ વધુ 41 રન બનાવ્યા. પ્રિયાંશે 23 બોલમાં 47 રનની ઇનિંગ રમી. તેના બેટમાંથી 2 છગ્ગા અને 7 ચોગ્ગા લાગ્યા. જો ગુજરાતના ખેલાડીઓએ કેચ પકડ્યો હોત તો તેમની ટીમને આ વધારાના 41 રનનો ભોગ બનવું પડત નહીં.
The catch was dropped at the very beginning#GTvPBKS pic.twitter.com/DQB5oqaFzZ
— SATISH KUMAR NAKRANI (@satish_kumar_43) March 25, 2025
પ્રિયાંશ આર્યનું ડેબ્યૂ
આ પ્રિયાંશ આર્યની ડેબ્યૂ મેચ હતી અને તેણે પોતાની પહેલી જ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. આ ડાબોડી બેટ્સમેન વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે અને તેણે પણ એવું જ કર્યું. તેણે 204થી વધુના સ્ટ્રાઇક રેટથી 47 રન બનાવ્યા.
અય્યરે દેખાડ્યો દમ
પ્રિયાંશ આર્ય આઉટ થઈ ગયો પરંતુ આ પછી પંજાબ કિંગ્સના કેપ્ટને પોતાની કમાલ દેખાડી હતી. પંજાબ તરફથી રમતી વખતે શ્રેયસ ઐયરે પોતાની પહેલી જ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. અય્યરે ગુજરાતના સ્પિનરો સામે છગ્ગાનો વરસાદ કર્યો હતો.