39 વર્ષે નિવૃત્તિ પાછી લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરશે ફાફ ડુ પ્લેસીસ? RCBના કેપ્ટને T20 વર્લ્ડ કપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી

By: Manan VayaEdited By: Manan Vaya Publish Date: Tue 09 Jan 2024 10:27 AM (IST)Updated: Tue 09 Jan 2024 10:27 AM (IST)
faf-du-plessis-to-make-a-comeback-in-international-cricket-rcb-captain-expresses-his-desire-to-play-the-t20-world-cup-263663

Faf du Plessis to play in T20 World Cup: SA ટી-20 લીગમાં ચેન્નઈ ફ્રેન્ચાઈઝની કપ્તાની કરી રહેલો RCBનો કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. ડુ પ્લેસીસે આગામી વર્ષે થનાર T20 વર્લ્ડ કપને લઈને મોટું નિવેદન આપ્યું છે. પ્લેસીસે કહ્યું છે કે, તે પોતાને એક અંતિમ તક આપવા માગે છે.

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ આગામી SA20 સિઝનમાં જોહાનિસબર્ગ સુપર કિંગ્સનું નેતૃત્વ કરશે અને તે આ વર્ષે જૂનમાં યોજાનાર 2024 T20 વર્લ્ડ કપમાં ફરી એકવાર સાઉથ આફ્રિકાની ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની કેપ્ટનશિપ કરનાર ફાફ ડુ પ્લેસીસ SA20માં ચેન્નઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીનું નેતૃત્વ કરે છે. લીગની શરૂઆત પહેલા જ્યારે કેપ્ટનની પ્રેસ કોન્ફરન્સમાં ટી20 વર્લ્ડ કપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે 39 વર્ષીય પ્લેસિસે સોમવારે કહ્યું, "હું મારી જાતને એક છેલ્લી તક આપવા માંગુ છું. હાલ હું માત્ર આ ટૂર્નામેન્ટ પર ફોકસ કરવા માગું છું."

તેણે આગળ કહ્યું, "દેખીતી રીતે આ ટૂર્નામેન્ટ અત્યારે મારા માટે સૌથી મહત્વની બાબત છે. હું માત્ર એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે હું સારું ક્રિકેટ રમું. મારા માટે આ રમતમાં રહેવાનો શ્રેષ્ઠ સમય છે. આ પછી આપણે જોઈશું કે આગળ શું થાય છે."

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.