GST on Indian Premier League (IPL) Tickets: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. હવે સ્ટેડિયમમાંથી IPL મેચ જોવી વધુ મોંઘી બનશે. ક્રિકેટ ચાહકોએ હવે ટિકિટ માટે વધુ ટેક્સ ચુકવવો પડશે. જાણો નવા જીએસટી દરોના કારણે કેટલી મોંઘી થશે આઈપીએલ ટિકિટ
IPLની ટિકિટ પર 40 ટકા ટેક્સ
પ્રીમિયમ રમતોની ઈવેન્ટ GST 28 ટકાથી વધારીને 40 ટકા કરવાનો નિર્ણય લીધો છે. GSTમાં આ મોટા વધારાનો અર્થ એ છે કે IPL ટિકિટો હવે કેસિનો અને લક્ઝરી વસ્તુઓની સાથે સૌથી ઊંચા ટેક્સ બ્રેકેટમાં આવશે.
કેટલામાં પડશે IPLની ટિકિટ
સરળ ભાષામાં સમજીએ તો જો IPL ટિકિટની કિંમત 1000 રૂપિયા હોય તો ચાહકોએ અગાઉ 18 ટકા GST સાથે 1280 રૂપિયા ચૂકવવા પડતા હતા, હવે GST માં વધારાને કારણે હવે આ ટિકિટ માટે 40 ટકા ટેક્સ લાગુ થતાં 1400 રુપિયા ચુકવવા પડશે. એટલે કે 120 રૂપિયા વધુ. એટલે કે મૂળ 1000 રુપિયાની ટિકિટ પર 400 રુપિયાનો તો તમારે ખાલી ટેક્સ ચુકવવો પડશે.
GSTમાં આ વધારો કેસિનો, રેસ ક્લબ, કેસિનો અથવા રેસ ક્લબ ધરાવતી કોઈપણ જગ્યા અથવા IPL જેવી રમતગમત ઇવેન્ટ્સની ટિકિટ પર લાગુ થશે.
ઘરઆંગણેની મેચના ટિકિટ પર અસર
એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ઘરઆંગણેની મેચની સૌથી સસ્તી ટિકિટ 1700 રૂપિયાની હતી. ટેક્સ સુધારા પછી હવે તેની કિંમત ઓછામાં ઓછી 1860 રૂપિયા થશે. તેવી જ રીતે, 2,500 રૂપિયાના ટિકિટની કિંમત હવે 2754 રૂપિયા થશે. ઉપલા સ્ટેન્ડ C, D અને E માંથી મેચ જોવા માટે લગભગ 4370 રૂપિયાનો ખર્ચ થશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ઘરઆંગણેની મેચની સૌથી મોંઘી ટિકિટ (અગાઉ 42,350 રૂપિયા) લગભગ 4,000 રૂપિયા સુધી વધી શકે છે. ચેપોકમાં સૌથી મોંઘી ટિકિટ (7000 રૂપિયા) 7656 રૂપિયા સુધી વધી શકે છે.