Sanju Samson Wife: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના ઑપનર અને વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આજે સતત ત્રીજી મેચમાં સંજુ સેમસને સ્ફોટક બેટિંગ કરીને અડધી સદી ફટકારી છે.
વિશ્વકપની શરૂઆતની મેચોમાં પડતો મૂકવામાં આવ્યા બાદ ટીમમાં પરત ફરેલા સંજુ સેમસનની ધુંઆધાર બેટિંગ નિહાળીને ક્રિકેટ ફેન્સ ખૂબ જ ખુશ છે અને સૌ કોઈ તેના વખાણ કરી રહ્યું છે. સંજુ સેમસનની ક્રિકેટ કારકિર્દી જેટલી રસપ્રદ છે, તેટલી જ તેની પર્સનલ લાઈફ પણ છે. એવામાં આજે અમે આપને સંજુ સેમસનની પત્ની ચારુલતા અને બન્નેની લવસ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છે.
સુંદરતા મામલે બૉલિવૂડ અપ્સરાથી કમ નથી ચારુલતા સેમસન
સંજુ સેમસનની પત્ની ચારુલતા સેમસન સુંદરતા અને સાદગીની બાબતમાં બૉલિવૂડની એક્ટ્રેસથી જરા પણ ઉતરતી નથી. સંજુ સેમસનની દરેક ચડતી અને પડતીમાં ચારુલતા પતિને ભરપુર સાથ આપી રહી છે.
સંજુ અને ચારુલતાની લવસ્ટોરી પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. કોલેજકાળમાં બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી, જે બાદ સમય જતાં બન્ને વચ્ચે પ્રેમપાંગર્યો અને પછી આખરે બન્ને લગ્નગ્રંથિથી બંધાઈ ગયા.
શરમાળ સંજુ પ્રેમનો એકરાર કરવામાં ગભરાતો હતો
સંજુ સેમસને જ્યારે પહેલીવાર ચારુલતાને કોલેજમાં જોઈ, ત્યારે પહેલી જ નજરે તેને ગમવા લાગી હતી. જો કે પોતાના શરમાળ સ્વભાવના કારણે તે ચારુલતા સમક્ષ પોતાના દિલની વાત કહેતા ડરતો હતો. એક દિવસ મોડી રાતે 11 કલાકે સોશિયલ મીડિયામાં HIનો મેસેજ મોકલ્યો હતો. જે બાદ બન્ને વચ્ચે ધીમે-ધીમે વાતચીત શરૂ થઈ ગઈ.
સંજુ અને ચારુલતા અલગ-અલગ ધર્મના
જો કે સંજુ સેમસન અને ચારુલતા બન્ને અલગ-અલગ ધર્મમાંથી આવે છે. સંજુ સેમસન ખ્રિસ્તી છે, જ્યારે તેની પત્ની ચારુલતા હિન્દુ છે. આથી બન્ને જણાએ એકબીજાને સમજવા માટે પુરતો સમય આપ્યો. ઘણાં વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ પરિવારજનોની મંજૂરીથી બન્ને જણાએ લગ્ન કરી લીધા.
તિરુવનંતપુરમમાં સંજુ સેમસનનું આલિશાન ઘર
ક્રિકેટમાં સફળતા મળવાની સાથે-સાથે સંજુ સેમસને અંગત જીવનમાં પણ પ્રગતિ કરી છે. તિરુવનંતપુરમમાં સંજુ સેમસનનું આલિશાન ઘર છે, જેની અંદાજિત કિંમત 6 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જ્યારે મેચ પતે પચી સંજુ સેમસન ઘરે પરત ફરે, ત્યારે ત્યાં તેને શાંતિનો અનુભવ થાય છે. પરિવાર અને મિત્રો સાથે સમય વીતાવવા માટે પોતાના આલિશાન ઘરમાં સંજુ સેમસને મોટો ડાઈનિંગ એરિયા ઉપરાંત ગેસ્ટ સ્પેસ પણ બનાવ્યો છે.
