Shani Ast 2026: શનિ અસ્ત થતાં જ 4 રાશિના જીવનમાં આવશે સુખનો સૂર્યોદય, જાતકોને 13 માર્ચથી સમય અને સફળતા બન્ને સાથ આપશે

જ્યારે શનિ દેવ સૂર્યની વધારે નજીક જાય અને આકાશમાં અદ્રશ્ય થઈ જાય, ત્યારે પોતાની પૂર્ણ શક્તિનું પ્રદર્શન કરવામાં થોડા સમય માટે સક્ષમ નથી રહેતા. જેને શનિનો અસ્ત સમય કહેવાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 08 Mar 2026 08:05 PM (IST)Updated: Sun, 08 Mar 2026 08:05 PM (IST)
shani-asta-2026-these-4-zodiac-signs-will-get-relief-and-big-success
HIGHLIGHTS
  • 40 દિવસ સુધી અસ્ત રહ્યા બાદ 22 એપ્રિલે ફરીથી શનિદેવ ઉદિત અવસ્થામાં આવશે

Shani Ast 2026: જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દેવને કર્મ ફળના દાતા ગણવામાં આવ્યા છે, જે જાતકને તેના કર્મોના હિસાબે ફળ આપે છે. જ્યારે પણ શનિ પોતાની ચાલ, રાશિ કે સ્થિતિ બદલે, ત્યારે તેની અસર તમામ રાશિના જાતકો પર જરૂર પડતી હોય છે. હવે આગામી દિવસોમાં પણ શનિની સ્થિતિમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેની અસર તમામ રાશિના જાતકો જોવા મળશે.

હકીકતમાં આગામી શુક્રવારે એટલે કે 13 માર્ચના રોજ સાંજે 7:13 કલાકે શનિ દેવ અસ્ત થઈ જશે, જે બાદ તેઓ લગભગ 40 દિવસ સુધી અસ્ત અવસ્થામાં જ રહેવાના છે. આગામી 22 એપ્રિલ સવારે 4:49 કલાકે શનિ પુનઃ ઉદિત થશે.

જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ પણ ગ્રહનું અસ્ત થવાને શુભ નથી માનવામાં આવતું. જો કે ન્યાયના દેવતા 'શનિ'ની બાબતમાં સાવ એવું નથી. ઘણાં લોકો શનિના અસ્ત થવાને નકારાત્મક માનતા હોય છે, પરંતુ જ્યોતિષ વિદ્યાના જાણકારોના મતે, આ સ્થિતિ દરેક માટે કષ્ટદાયક નથી હોતી. શનિની અસ્ત સ્થિતિ કેટલીક રાશિના જાતકો માટે મોટી રાહત લઈને આવે છે. તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ…

મેષ (Aries Rashifal)

આ રાશિની કુંડળીના 12માં ભાવમાં શનિનો અસ્ત થવાથી જાતકો પોતાની આર્થિક પ્રગતિથી સંતુષ્ઠ રહેશે. એકતરફ તમારા પર સાડા સાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે, પરંતુ શનિનો અસ્ત તમને પડકાર સ્વીકારવા માટે માનસિક રીતે મજબૂત બનાવશે. તમારા અધૂરા કામો ગતિ પકડવા સાથે એક પછી એક પુરા થવા લાગશે. આ સમય દરમિયાન ધારેલા લક્ષ્ય સિદ્ધ કરવાના યોગ બની રહ્યા છે. જાતકોને મહેનતથી અનુકૂળ પરિણામો મળશે.

વૃશ્વિક (Scorpio Rashifal)

તમારી કુંડળીના પાંચમા ભાવમાં શનિનું અસ્ત થવું જાતકો માટે નોકરી અને વ્યવસાય ક્ષેત્રે નવી દિશા ખોલશે. જાતકોને મનનો ભાર ધીમે-ધીમે હળવો થતો જણાશે. હવે સંઘર્ષમાંથી બહાર આવી સફળતાના માર્ગે આગળ વધી શકશો. નોકરિયાત વર્ગને કાર્યસ્થળે માન, પ્રભાવ અને પ્રતિષ્ઠા વધશે.જૂના રોગોનું નિરાકરણ સંભવ.

કુંભ (Aquarius Rashifal)

તમારી સાડા સાતી અંતિમ તબક્કામાં છે, એવામાં આ રાશિના બીજા ભાવમાં શનિનું અસ્ત થવું અડચણો દૂર કરીને પ્રગતિનો માર્ગ મોકળો બનાવશે. પોતાના મનનું ધાર્યું પાર પાડવા તમારા માટે આજ અનુકુળ સમય છે. નસીબનો સાથ મળવાથી આર્થિક પરિસ્થિતિ સુધરતી જોઈ શકશો. ધંધા-વ્યવસાય માટે કરેલી મુસાફરી લાભદાયી નીવડશે. વિજાતિય મિત્રતા ગાઢ બનશે.

મીન (Pisces Rashifal)

ન્યાયના દેવતા મનાતા શનિ ગ્રહ તમારી રાશિમાં જ અસ્ત થઈ રહ્યા હોવાથી, જાતકોને મુશ્કેલીમાંથી આપોઆપ માર્ગ મળી રહેશે. નોકરિયાત વર્ગને કામની કદર થવાથી કામ કરવાનો આનંદ રહે અને આત્મવિશ્વાસ વધશે. પરિવારમાં શુભ કાર્ય થાય. અઘરા અને અટવાયેલા કામકાજ સહજતાથી પાર પાડી શકશો. નિષ્ઠાપૂર્વકનું કાર્ય તમને ફતેહ તરફ દોરી જશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.