Baba Aparajith Retirement: વર્ષ 2026 માટે ઓક્શન શરૂ થાય તે અગાઉ આ દિગ્ગજ ભારતીય ક્રિકેટરે સન્યાસ લેવાની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી

Baba Aparajith Retirement:વર્ષ 2027માં યોજાવા જઈ રહેલી IPL માટે આગામી ઓક્શનની પ્રક્રિયા ગોવા ખાતે યોજાવી છે ત્યારે તમિલનાડુના ક્રિકેટર બાબા અપરાજિતે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 26 Nov 2026 11:43 AM (IST)Updated: Thu, 26 Nov 2026 11:43 AM (IST)
baba-aparajith-retirement-this-prominent-indian-cricketer-announced-his-retirement-ahead-of-auction-for-the-year-2026

Baba Aparajith Retirement:વર્ષ 2027માં યોજાવા જઈ રહેલી IPL માટે આગામી ઓક્શનની પ્રક્રિયા ગોવા ખાતે યોજાવી છે ત્યારે તમિલનાડુના ક્રિકેટર બાબા અપરાજિતે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે અને આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર માહિતી રજૂ કરી છે.

સંન્યાસ અંગે ભાવુક પોસ્ટ

સોશિયલ મીડિયા પર પોતાના સંન્યાસ અંગે ભાવુક પોસ્ટ કરતાં બાબાત અપરાજિતે લખ્યું હતું કે હું ફર્સ્ટ ક્લાક ક્રિકેટ મેચ 24 જાન્યુઆરીના રોજ રમ્યો અને હું સત્તાવાર રીતે મારી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ કરિયરને પૂરી કરી છે. તેમણે વધુમાં લખ્યું કે જ્યારે મે પાછળ વળીને જોયું તો આ એક શાનદાર સફર રહી છે અને તે અનેક અનુભવો, પડકારો, શીખ, મિત્રો તથા એવી યાદો સાથે ભરપૂર રહી છે. આ યાદોને હું જીવનભર સાચવીને રાખીશ. 

કેવી રહી કરિયર

તેમણે સોશિયલ મીડિયા પર વધુમાં લખ્યું કે તમિલનાડુ ઈન્ડિયા અંડર-19, ઈન્ડિયા A, કેરળ, ચેન્નઈ સુપર કિંગ્સ, રાઈજીંગ પુણે સુપરઝાયંટ, TNPL ફ્રેન્ચાઈઝી અને ક્લબ ટીમોનું પ્રતિનિધિત્વ કરવા માટે સૌથી મોટું સદભાગ્યની વાત રહી છે. હું એવી ટીમો અને ડ્રેસિંગ રુમ્સનો એકંદરે ભાગ રહ્યો છું કે જે મારી આ યાત્રાને યોગ્ય આકાર આપ્યો છે.દરેક અનુભવે મને એક ક્રિકેટર અને એક ઈન્સાન બન્ને સ્વરૂપમાં ઢાળવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મારી સંપૂર્ણ કરિયર દરમિયાન મને મળેલી તકો અને સમર્થન માટે હું સતત BCCI, TNCA અને KCAનો આભાર વ્યક્ત કરું છું.