Asia Cup 2025 Live Streaming: એશિયા કપ 2025 આ વખતે 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. કુલ 20 દિવસ સુધી ચાલનારી આ મેગા ટૂર્નામેન્ટમાં 8 ટીમો અને 19 મુકાબલાઓ જોવા મળશે. આ ટૂર્નામેન્ટનું આયોજન યુએઈમાં થશે, ચાલો જાણીએ કે આ ટુર્નામેન્ટને લાઈવ કેવી રીતે જોઈ શકાશે.
T20 ફોર્મેટમાં રમાશે Asia Cup 2025
આ વખતે એશિયા કપ 2025 T20 ફોર્મેટમાં આયોજિત કરવામાં આવશે. અગાઉ 2023નો એશિયા કપ ODI ફોર્મેટમાં રમાયો હતો કારણ કે વર્લ્ડ કપ નજીક હતો. પરંતુ આ વખતે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. આ T20 ફોર્મેટ ટીમોને આગામી T20 વર્લ્ડ કપની તૈયારી કરવામાં મદદ કરશે. ભારત અને પાકિસ્તાનને ફરી એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે, જેના કારણે શરૂઆતથી જ હાઈ-વોલ્ટેજ મુકાબલાની ગેરંટી છે. લીગ સ્ટેજ પછી બંને ગ્રુપમાંથી ટોચની બે-બે ટીમો સુપર ફોરમાં પહોંચશે. અહીં બધી ટીમો એકબીજા સામે ટકરાશે અને પછી બે શ્રેષ્ઠ ટીમો ફાઇનલમાં સ્થાન મેળવશે. 2022ની જેમ આ વખતે પણ મુકાબલા અત્યંત રોમાંચક રહેવાની અપેક્ષા છે અને ભારતીય ટીમ હવે વધુ મજબૂત દેખાઈ રહી છે.
Asia Cup 2025 ક્યાં જોઈ લાઈવ શકાશે
એશિયા કપ 2025 લાઈવ ક્યાં જોઈ શકાશે તે એક મોટો પ્રશ્ન છે. આ વખતે તમને Jio Hotstar પર આ ટૂર્નામેન્ટ જોવા મળશે નહીં. કારણ કે આ ICC દ્વારા આયોજિત ટૂર્નામેન્ટ નથી, પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા આયોજિત છે. તેના મીડિયા રાઈટ્સ Sony Network પાસે છે. તેથી, જો તમે ટીવી પર મેચ જોવા માંગતા હોવ તો Sony Sports ચેનલ્સ પર લાઈવ મેચ જોઈ શકો છો. OTT પર જોવા માટે તમારી પાસે Sony Liv એપ હોવી જરૂરી છે. Sony Sports Network દ્વારા 9 સપ્ટેમ્બરથી ACC મેન્સ એશિયા કપ શરૂ થવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
Asia Cup 2025 મેચનો નવો સમય
એશિયા કપ 202 મેચના સમયમાં પણ એક મોટો ફેરફાર થયો છે. હવે મેચો રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. પહેલા મેચ 7:30 વાગ્યે શરૂ થતા હતા. યુએઈની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મેચનો સમય અડધો કલાક પાછળ ખસેડવામાં આવી છે. આનાથી ખેલાડીઓને પણ રાહત મળશે અને દર્શકોને પણ ઓફિસ કે કામથી પાછા ફર્યા પછી આરામથી મેચ જોવાનો મોકો મળશે.