Asia Cup 2025: એશિયા કપ 2025 શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે યજમાન UAE સામે પોતાની પ્રથમ મેચ રમશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. લીગ સ્ટેજની તેની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો સામનો કરશે.
📍 Dubai
— BCCI (@BCCI) September 6, 2025
The preps have begun for #AsiaCup2025 😎#TeamIndia pic.twitter.com/gRVPvnfhtK
ભારત-પાકિસ્તાન મેચ
ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજની તેની બીજી મેચમાં પાકિસ્તાનનો સામનો કરશે. આ મુકાબલો 14 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરે તેની છેલ્લી લીગ મેચમાં ઓમાન સામે ટકરાશે. આ મેચ શેખ ઝાયેદ સ્ટેડિયમ, અબુ ધાબી ખાતે રમાશે.
આ સ્ટેડિયમમાં મેચ રમાશે
એશિયા કપ 2025 ની બધી મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાશે. આવી સ્થિતિમાં, ફેન્સના મનમાં પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે આ મેદાનો પર ભારતીય ક્રિકેટ ટીમનું T20 ઈન્ટરનેશનલમાં પ્રદર્શન કેવું રહ્યું. ચાલો તેના વિશે જાણીએ…
દુબઇમાં ભારતીય ટીમનું પ્રદર્શન
ભારતીય ટીમે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 9 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. આ દરમિયાન, ભારતીય ટીમે ફક્ત 5 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાને 4 માં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે પુરુષોનો T20 વર્લ્ડ કપ 2021 અને પુરુષોનો T20 એશિયા કપ 2022 દુબઈ સ્ટેડિયમમાં રમી છે.
ભારતીય ટીમે અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં ફક્ત 1 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને જીતી છે. પુરુષોના T20 વર્લ્ડ કપ 2021 દરમિયાન, ભારતીય ટીમે આ મેદાન પર અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું હતું.
દુબઈમાં રમાયેલી T20I મેચોમાં ભારતનું પ્રદર્શન
- રમાયેલી કુલ મેચો : 9
- ભારત જીત્યું : 5
- ભારત હાર્યું : 4
અબુધાબીમાં રમાયેલી T20I મેચોમાં ભારતનું પ્રદર્શન
- રમાયેલી કુલ મેચ : 1
- ભારત જીત્યું : 1
- ભારત હાર્યું : 0