IPL 2027: પંજાબ કિંગ્સ (PBKS)ના ફાસ્ટ બૉલર અર્શદીપસિંહ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 શરૂ થયા પહેલા મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં જોડાઈ શકે છે. ખુદ અર્શદીપસિંહના પિતા દર્શનસિંહે આ વાતની પુષ્ટી કરી દીધી છે, જેઓ હાલ પુત્ર સાથે ટીમ ઈન્ડિયાના ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છે.
દર્શનસિંહે જણાવ્યું કે, પુત્ર અર્શદીપસિંહના ટ્રેડને લઈને પહેલા કોઈ ચર્ચા નહતી થઈ. જો કે આ નિર્ણયની જાણ થતાં પુત્ર સહિત સમગ્ર પરિવાર ચોંકી ઉઠ્યો હતો. અમને અચાનક ખબર પડી કે, અર્શદીપસિંહ ટ્રેડ થઈ ગયો છે. હજુ સુધી તેની સત્તાવાર માહિતી મળી છે. જો કે તેમણે આ ડીલ અંતર્ગત હાર્દિક પંડ્યાના પંજાબ કિંગ્સમાં જવાની શક્યતાઓ વિશે કંઈ પણ જણાવવાનો ઈનકાર કરી દીધો છે.
પિતા દર્શનસિંહે પંજાબ કિંગ્સ સાથે પોતાના પુત્રના જોડાવવાની ક્ષણને યાદ કરતા જણાવ્યું કે, ટીમ છોડવાનો નિર્ણય ભાવુક હોય છે. જો કે દરેક ફ્રેન્ચાઈઝી માટે પોતાની ટીમને સંતુલિત રાખવી જરૂરી છે. જે પ્રમાણે તેઓ ખેલાડીઓને ટ્રેડ કરે છે. અર્શદીપસિંહના મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થવાથી પરિવાર ખૂબ જ ખુશ છે. જ્યાં અર્શદીપના પૂર્વ કપ્તાન અને જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ જેવા સાથી ખેલાડીઓ પણ હશે.
IPL 2027માં અર્શદીપસિંહને મુંબઈ ઈન્ડિયનની જર્સીમાં રમતો જોવાનો ઉત્સાહ છે. ફેન્સની પ્રતિક્રિયા જાણીને પણ સારું લાગી રહ્યું છે. અર્શદીપના સામેલ થવાથી MIની બોલિંગ ધાર વધારે મજબૂત બનશે. જો કે દર્શનસિંહે સ્વીકાર્યું કે, IPLની સપાટ પિચો પર કશું પણ થઈ શકે છે, પરંતુ તેઓ પોતાના પુત્રની નવી ઈનિંગને લઈને ભારે ઉત્સાહિત છે.
