2004ની ચૂંટણીમાં જીત બાદ સહયોગી પાર્ટીઓના દબાણ છતાં સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદ કેમ ના સ્વીકાર્યું? વાંચો ઈનસાઈડ સ્ટોરી

સોનિયા ગાંધીએ પોતાની આત્મકથામાં 2004માં વડાપ્રધાન પદ ન સ્વીકારવા પાછળનું કારણ જણાવ્યું છે. તેમના સંતાનો રાહુલ અને પ્રિયંકા ગાંધીએ માતાના જીવના જોખમને કારણે તેમને PM બનવા દીધા નહોતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 10 Nov 2026 12:23 PM (IST)Updated: Tue, 10 Nov 2026 12:23 PM (IST)
why-sonia-gandhi-rejected-the-prime-minister-post-in-2004-memoir-revelations

નેશનલ ન્યૂઝઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પોતાના પુસ્તક (Sonia Gandhi Autobiography) 'બિલોન્ગિંગઃ અ જર્ની ઑફ લવ'માં ( Belonging A Journey of Love) પોતે વડાપ્રધાન ના બનવાને લઈને મોટો ખુલાસો કર્યો છે. આ સાથે જ સોનિયા ગાંધીએ આ નિર્ણય લેવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.

સોનિયા ગાંધીએ જણાવ્યું કે, 2004ની લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન પદ સ્વીકારવા માટે તેઓ સહેજ પણ તૈયાર નહતા. જો કે ગઠબંધનની પાર્ટીઓએ દબાણ કરતાં તેઓ રાજી થયા હતા, પરંતુ આખરે તેમને વડાપ્રધાન ના બનવાનો નિર્ણય લઈ લીધો હતો.

આ નિર્ણય લેવા અંગે સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, તેમના સંતાનો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા નહતા ઈચ્છતા કે તેમની માતા વડાપ્રધાન બને. બન્ને બાળકો દાદી ઈન્દિરા ગાંધીની હત્યા અને બાદમાં બોમ્બ બ્લાસ્ટમાં પિતા રાજીવ ગાંધીના મોતથી ભારે આઘાતમાં હતા. રાહુલ અને પ્રિયંકાના મનમાં એવી ગ્રંથી બંધાઈ ગઈ હતી કે, વડાપ્રધાનનું પદ સ્વીકારીને પોતાનો જીવ જોખમમાં મૂકવા જેવું છે.

2004ની લોકસભા ચૂંટણી પૂર્વે પરિવારમાં આ બાબતે ચર્ચા પણ થઈ હતી. જ્યારે બાળકોઓએ તેમને પૂછ્યું હતું કે, જો કોંગ્રેસ જીતે, તો શું તેઓ પ્રધાનમંત્રી બનશે? જો કે તે સમયે સોનિયા ગાંધીએ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જે બાદ બાળકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ચૂંટણી પરિણામો બાદ 10 જનપથ સ્થિત રાજીવ ગાંધીના કોન્ફરન્સ રૂમમાં એક બેઠક મળી હતી. જેમાં ગઠબંધનની સહયોગી પાર્ટીઓના નેતાઓ સોનિયા ગાંધી પર વડાપ્રધાન પદ સંભાળવા પર ભાર મૂકી રહ્યા હતા. જો કે જેવો તેમને વડાપ્રધાન બનવાનો ઈનકાર કર્યો, ત્યારે તમામ નેતાઓ પોતાની જગ્યા પર ઉભા થઈ ગયા હતા અને તેમને ઘેરી લીધા હતા. તમામ નેતાઓએ એક જ સુરમાં કહ્યું હતું કે, મેડમ તમે આ નિર્ણય ના લઈ શકો. અમે તમારા મોંઢે ના સાંભળવા નથી માંગતા. આખરે મેં સારું કહેતા જ તમામ નેતાઓ મને શુભેચ્છા આફવા લાગ્યા.

આ સમયે પ્રિયંકા ગાંધી દરવાજાની બહાર ઉભા હતા. તેમણે સોનિયા ગાંધીનો જવાબ સાંભળ્યો, તે સાથે જ તેઓ રડતા-રડતા રાહુલ ગાંધીના રૂમ તરફ ભાગ્યા અને કહ્યું કે, સહયોગી પાર્ટીઓના નેતાઓના દબાણમાં માતાએ વડાપ્રધાન બનવાની હા પાડી દીધી છે.

આથી રાહુલ ગાંધી પણ ગુસ્સે થઈને માતા પાસે પહોંચ્યા અને પૂછ્યું કે, તમે હાં કેમ પાડી દીધી. જેથી સોનિયા ગાંધીએ કહ્યું કે, તેઓ સકંઈ સાભળવા તૈયાર જ નહતા. જેથી રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરીને પૂછ્યું કે, હવે અમારું શું.

બીજી તરફ પ્રિયંકા ગાંધીએ પણ માતાને કહ્યું કે, તમે આ બાબતે પહેલાથી જ સ્પષ્ટ હતા. હવે કોઈના દબાણમાં ના આવશો અને એજ કરો, જે તમે નક્કી કર્યું હતુ. અમે બન્ને તમારી સાથે જ છીએ. આખરે તમણે મક્કમ નિર્ધાર કર્યો અને પોતાની જાતને કહ્યું કે, સોનિયા પોતાની જાત પ્રત્યે વફાદાર રહે અને ના પાડી દે. સવારે તેઓ રાહુલ ગાંધીના રૂમમાં ગયા અને કહ્યું કે, મેં અંતિમ નિર્ણય લઈ લીધો છે. જે બાદ રાહુલ માતાને ભેટી પડ્યા અને કહ્યું કે, તમે યોગ્ય નિર્ણય લીધો છે.