Rajkot Heart Attack: કોવિડ બાદ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં નાની વયે હાર્ટ એટેકથી મોતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શિયાળામાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે રાજકોટમાં નવા વર્ષની શરૂઆતમાં જ હ્રદય રોગનો હુમલો એક યુવક માટે જીવલેણ નીવડ્યો છે.
રાજકોટ શહેરમાં રહેતા મોહિલ ઉર્ફે શિવરાજ ચૌહાણ (35)ને ગઈકાલે બપોરના સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તાત્કાલિક ECG કરાવવામાં આવતા રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. જે બાદ મોડી રાતે ફરીથી મોહિલને છાતીમાં દુખાવો ઉપડવા લાગ્યો હતો.
આ પણ વાંચો
આથી 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક મોહિલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સિવિલ ટ્રોમા સેન્ટરમાં ફરજ પરના તબીબોએ તપાસ્યા બાદ મોહિલને મૃત જાહેર કરતાં પરિવારના માથે આભ તૂટી પડ્યું હતુ.
હાલ તો સિવિલ હોસ્પિટલે જરૂરી કાગળ તૈયાર કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરી છે, જે બાદ મૃતદેહ પરિવારને સોંપાશે. પ્રાથમિક તપાસમાં મૃતક મોહિલને સંતાનમાં 5 વર્ષનો એક પુત્ર છે, જેણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. નવા વર્ષે જ જુવાનજોધ દીકરાનું હાર્ટ એટેકથી મોત થતાં ચૌહાણ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
-1794290958255_m.webp)