આગરા-અલીગઢ હાઈવે પર ભીષણ અકસ્માત, યુવા ક્રિકેટર સહિત 4 ના મોત

આગરા-અલીગઢ હાઈવે પર ટાટા ટ્રક અને મુસાફરો ભરેલી રિક્ષા વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં યુવા ક્રિકેટર સહિત 4 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં દિલ્હીનું એક દંપતી પણ સામેલ હતું, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે અને પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Fri, 27 Nov 2026 11:04 AM (IST)Updated: Fri, 27 Nov 2026 11:04 AM (IST)
accident-on-agra-aligarh-highway-4-dead-including-a-young-cricketer
AI તસવીર

Uttar Pradesh Accident: આગરા-અલીગઢ હાઈવે પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. સામે આવેલી વિગતો અનુસાર અલીગઢ તરફથી આવતા એક ટાટા ટ્રક અને મુસાફરો ભરેલી રિક્ષા વચ્ચે ટક્કર થઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ચાર લોકોના મોત નિપજ્યા.

આશાસ્પદ ક્રિકેટરે ગુમાવ્યો જીવ

આ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોમાં એક આશાસ્પદ ક્રિકટર પણ સામેલ હતો. મેંડુના રહેવાસી અને અંડર- 16 ક્રિકેટ ખેલાડી અશ્વની કુશવાહા(16)એ જીવ ગુમાવ્યો છે. મૃતક ક્રિકેટર અશ્વની અલીગઢની ભીકમપુર એસ્ટેટ ક્રિકેટ એકેડમીનો ખેલાડી હતો. ગુરુવારના રોજ અલીગઢમાં મહુઆ ખેડા મેદાન ખાતે આયોજીત મેચ રમવા માટે મિત્રો સાથે ગયો હતો. જોકે આ દરમિયાન અશ્વનીનું અકસ્માતમાં મોત નિપજ્યું. આ ઉપરાંત 45 વર્ષીય ઓમકાર, રિક્ષા ચાલક ચંદ્રપાલ (60)ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે ઓમકારના પત્નીનું હોસ્પિટલે લઈ જતા સમયે રસ્તામાં અવસાન થું.

દિલ્હીનું દંપત્તિ પણ મોતને ભેટ્યું

આ અકસ્માતમાં દિલ્હીના એક દંપત્તીએ પણ જીવ ગુમાવ્યો છે. ત્રણ લોકો ઘાયલ થયા છે જેમાં દિલ્હીના દંપત્તિના બાળકો પણ સામેલ છે. હાલમાં આ બાળકોને અલીગઢ મેડિકલ કોલેજ ખાતે ભરતી કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ પરિવાર તેના ભત્રીજાના લગ્નમાં ભાગ લેવા માટે હાથરસ જઈ રહ્યો હતો પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ મોત આંબી ગયું. પોલીસે જણાવ્યું કે, આ દંપત્તિ દિલ્હીના જહાંગીરપુરામાં રહે છે. જેમાં ઓમકાર (50) અને તેમના પત્ની વિનિતા (35), બાળકી પ્રિયંકા (18) અને 11 વર્ષના પુત્ર લક્ષ્ય સાથે લગ્નમાં જવા નિકળ્યા હતા.

પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી

ઘટનાની જાણકારી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અકસ્માત અંગે પોલીસ અધિકારી ચિરંજીવનાથ સિન્હાએ કહ્યું કે, ટાટા ટ્રક ચાલકને પકડી લેવામાં આવ્યો છે. અકસ્માતનો ભોગ બનેલા પીડિતોની ફરિયાદને આધારે એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે.

સ્થાનિક લોકોએ રિક્ષાનાં ફસાયેલા યાત્રીઓને બહાર કાઢ્યા

અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રિક્ષામાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ રિક્ષા અલીગઢથી હાથરસ આવવા માટે નિકળી હતી ત્યાર બાદ રસ્તામાં અન્ય લોકો બેસતા ગયા. રિક્ષામાં 7 લોકો સવાર હતા. આ રિક્ષા સાંજે પાંચ વાગ્યે આગરા-અલીગઢ હાઈવે પર પહોચી ત્યારે નગલા ભુરા ગામ પાસે હાથરસ તરફથી પુરઝડપે આવતા એક ટાટા ટ્રકે જોરદાર ટક્કર મારી દીધી. જે બાદ રિક્ષાનો બુકડો બોલી ગયો હતો.