Hanuman Temple: આપણામાંથી મોટાભાગના લોકો ઘરેથી જે રસ્તે કોઈ પણ ભગવાનના મંદિરે ગયા હોય, તેજ રસ્તે ઘરે પરત ફરતા હોઈએ છીએ. જો કે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જાવ, તો ત્યાંથી બીજા રસ્તે ઘરે પરત ફરવું જોઈએ.
હંમેશા એવું કહેવાય છે કે, હનુમાનજીના મંદિર ગયા પછી તેજ રસ્તે ઘરે પરત ના ફરવું જોઈએ, જે રસ્તેથી તમે ગયા હોવ. આ માન્યતા હિન્દુ ધર્મની પરંપરાઓ અને જ્યોતિષીય સિદ્ધાંતો પર આધારિત છે. જેનો સીધો સબંધ શનિદેવ અને હનુમાનજીની કૃપાથી છે. તો ચાલો જાણીએ, આ વિશે વૃંદાવનના જ્યોતિષાચાર્ય રાધાકાંત વત્સ પાસેથી…
હનુમાનજીના મંદિર જે રસ્તેથી જઈએ, ત્યાંથી પરત કેમ ના ફરાય?
હકીકતમાં હનુમાનજીને સંકટમોચન માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, તેઓ પોતાના ભક્તોને શનિની સાડે સાતી, ઢૈયા સહિત અન્ય અશુભ અસરોથી બચાવે છે. આથી મંદિરમાં દર્શન કરીને પરત ફરતી વખતે રસ્તો બદલવાનો આ નિયમ માત્ર એક પરંપરા જ નથી, પરંતુ જીવનની અડચણો અને નકારાત્મક્તાને ત્યાં જ ત્યાગવાની એક પ્રતિકાત્મક રીત છે.
જ્યારે કોઈ ભક્ત હનુમાન મંદિર જાય છે, તો એવું માનવામાં આવે છે કે, તે પોતાની સાથે-સાથે પોતાના દુઃખ, દુર્ભાગ્ય અને શનિ સાથે સંકળાયેલા દોષ લઈને જાય છે. મંદિરમાં દર્શન અને પૂજા કરવાથી આ તમામ નેગેટિવ એનર્જી, અડચણો અને અશુભ પ્રભાવ ત્યાં જ રહી જાય છે.
જ્યોતિષીય માન્યતા મુજબ, જો તમે એજ રસ્તે ઘરે પરત ફરો છો, તો તમે ફરીથી પાછા પોતાના દુઃખો, દુર્ભાગ્ય અને અશુભ અસરોને પોતાની સાથે લઈને જઈ શકો છો, જેને તમે મંદિરમાં છોડ્યા હતા.
મંદિરથી પરત જતી વખતે બીજા રસ્તે જવું એક નવી શરૂઆતનું પ્રતિક છે. આ દર્શાવે છે કે, તમે હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરી લીધા છે. હવે તમે એક નવા, શુભ અને અડચણ વગરના પથ પર આગળ વધી રહ્યા છો.
આ નિયમ જીવનમાં આગળ વધવા અને જૂના દુઃખો અને ભયાનક ભૂતકાળને પાછળ છોડીને પોઝિટિવિટી સાથે નવા માર્ગ પર ચાલવાનો સંકેત આપે છે. રસ્તો બદલવાથી વ્યક્તિ એક રીતે નિશ્ચિત કરે છે કે, તે પોતાની જૂની સમસ્યા અને દુઃખોને પોતાના ઘરે પાછી લઈને નથી જઈ રહ્યો.
હનુમાનજીને પ્રસન્ન કરવાથી ન્યાયના દેવતા શનિદેવ શાંત રહે છે. જ્યારે તમે મંદિરથી પરત ફરતી વખતે રસ્તો બદલો છો, તો તે શનિની અશુભ અસરને નિષ્ક્રિય કરવાની એક રીત માનવામાં આવે છે. આ ક્રિયા દર્શાવે છે કે, ભક્ત હવે શનિ દોષથી મુક્ત હોઈને એક સુરક્ષિત અને નવો માર્ગ પસંદ કરી રહ્યો છે, જેના પર હનુમાનજીની કૃપા રહી છે. આથી મોટાભાગના ભક્ત હનુમાન મંદિરથી પરત ફરતી વખતે આ નિયમનું પાલન કરે છે.
