Ketu Gochar 2026: ગ્રહ ગોચરની દ્રષ્ટિએ 2026નું વર્ષ ખૂબ જ ખાસ રહેવાનું છે, કારણ કે નવા વર્ષના પ્રથમ મહિનાના અંતમાં માયાવી ગ્રહ કેતુ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે. જ્યોતિષ ષાસ્ત્રમાં કેતુને રહસ્યમયી શક્તિવાળો ગ્રહ કહેવામાં આવે છે. જેની ચાલમાં ફેરફાર જાતકના જીવનમાં અચાનક મોટા પરિવર્તન લાવતી હોય છે.
દ્વિક પંચાગ પ્રમાણે, આગામી 25 જાન્યુઆરી,2026ના રોજ કેતુ ગ્રહ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના દ્વિતિય ચરણમાંથી નીકળીને પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે. આ પ્રથમ ચરણમાં કેતુ અત્યંત શુભ ફળ આપનારો માનવામાં આવે છે. આથી આ મહિનાના અંતમાં કેતુનું નક્ષત્ર પરિવર્તન 3 રાશિના જાતકો માટે ભાગ્યના નવા દ્વાર ખોલી શકે છે. તો ચાલો જાણીએ આમાં તમારી રાશિ તો સામેલ નથીને..
મેષ: આ રાશિના જાતકો માટે કેતુનું ગોચર આર્થિક મજબૂતી લઈને આવશે. જાતકો પોતાના લક્ષ્ય તરફ આગળ વધી શકશે. નોકરિયાત વર્ગને કાર્યસ્થળે માન, પ્રભાવ અને પ્રતિષ્ઠા વધશે. નવા રોકાણો અને આર્થિક પ્રગતિ માટે શુભ સમય રહેશે. દાંમ્પત્ય જીવનમાં શાંતિ જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે વિદેશ જઈ શકશે.
કારકિર્દીમાં આગળ વધવાનો નવો મોકો મળશે.
કન્યા: કેતુનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકો માટે વરદાન જેવું રહેશે. અચાનક લાભદાયી મોકો મળશે. આવકની નવી દિશા ખુલશે.નોકરીમાં સ્થિરતાની સાથે પ્રગતિ થશે. જૂના રોકાણ પર સારું વળતર મળી શકે છે. તમારા કામની કદર થવાથી કામ કરવાનો આનંદ રહે અને આત્મવિશ્વાસ વધે.પરદેશના કામમાં પ્રગતિ થતી જણાય. મનની અધૂરી ઈચ્છાઓ પૂરી થશે.
ધન: આ રાશિના જાતકો માટે કેતનું નક્ષત્ર પરિવર્તન અત્યંત શુભ રહેવાનું છે. તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો એક પછી એક હવે પુરા થવા લાગશે. તમને કામમાં કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેશે. અઘરા અને અટવાયેલા કામકાજ સહજતાથી પાર પાડી શકશો. વ્યવસાયમાં ધારેલી સફળતા મેળવી શકો.પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ. મનની મુંઝવણનો ઉકેલ મળશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
