Ram Navami 2026 Date: શું રામનવમી 26 અને 27 માર્ચ બે દિવસ છે? પૂજાનું શુભ મુહૂર્ત, મહત્વ વિશે જાણો

આ દિવસે ભગવાન રામના ભક્તો વ્રત રાખે છે, મંદિરમાં વિશેષ પૂજા-અરચના કરે છે. આ વર્ષે રામ નવમીનો પર્વ 26મી માર્ચના રોજ ઉજવવામાં આવશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 18 Mar 2026 06:08 PM (IST)Updated: Wed, 18 Mar 2026 06:21 PM (IST)
when-is-ram-navami-march-26th-or-27th-find-out-dateauspicious-time-for-worship-and-its-significance

Ram Navami 2026: હિન્દુ ધર્મમાં રામ નવમીનું વિશેષ મહત્વ રહેલું છે. હિન્દુ ધર્મમાં રામ નવમી (Ram Navami 2026)ના પર્વને ભગવાન રામના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે ત્રેતા યુગમાં ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો હતો. ત્યારથી આ તિથિ પર દેશભરમાં રામ નવમીનો પર્વ ઉજવવાની પરંપરાગ રહી છે. ત્યારથી આ તિથ પર દેશભરમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસે ભગવાન રામના ભક્તો વ્રત રાખે છે, મંદિરમાં વિશેષ પૂજા-અરચના કરે છે. આ વર્ષે રામ નવમીનો પર્વ 26મી માર્ચના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રવિ તથા સર્વાર્થ સિદ્ધ યોગ પણ બનવા જઈ રહ્યો છે, જેને લીધે આ દિવસનું વિશેષ મહત્વ રહેલુ છે.તિથિ તથા પૂજાનું શૂભ મુહૂર્ત વિશે જાણશું.

રામ નવમી ક્યારે છે

ફ્યુચર પંચાંગ પ્રમાણે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નોમના દિવસે એટલે કે 26 માર્ચ 2026ના સવારે 11:46 મિનિટ પર છે. જ્યારે આ તિથિ 27મી માર્ચ 2026ના સવારે 10:7 વાગે પૂરી થાય છે. જ્યારે જે લોકો ઉદયાતિથિના આધાર પર તહેવારની ઉજવણી કરે છે તેઓ 27 માર્મ 226ના રોજ પણ રામ નવમીની ઉજવણી કરી શકે છે.

26 માર્ચ 2026ના રોજ શુભ મુહૂર્ત

સૂર્યોદય: સવારે 06:19 વાગે
મધ્યહ્ય મુહૂર્ત: સવારે 11:14 વાગ્યાથી બપોરે 01:41 વાગ્યા સુધી
મધ્યાહની ક્ષણઃ બપોરે 12:25 વાગ્યે

27મી માર્ચ 2026ના રોજ શુભ મુહૂર્ત

સવારે 06:16 વાગે
મધ્યાહન મુહૂર્ત : સવારે 11:13 વાગ્યાથી બપોરે 01:41 વાગ્યા સુધી
મધ્યાહનની ક્ષણઃ બપોરે 12:27 વાગે.

રામ નવમી પૂજા કેવી રીતે કરવી?

  • સમગ્ર દિવસ અથવા સૂર્યોદયથી આગળના દિવસ સુધી વ્રત રાખો
  • ભગવાન રામની વિધિ-વિધાનથી પૂજા કરો.
  • રામાયણ અથવા રામ કથાનો પાઠ કરવો/શ્રવણ કરવું
  • ભગવાન રામ અને માતા સીતાના વિવાહ ઉત્સવ (રામ વિવાહ)આયોજીત કરવા
  • હવન-પૂજા કરવી અને વ્રત રાખવું