Gold Price Prediction :રિચ ડેડ, પુઅર ડેડ પુસ્તક (Rich Debt Poor Dead Book)ના લેખક રોબર્ટ કિયોસાકી (Robert Kiyosaki)એ સોના-ચાંદી (Gold And Silver)ના ભવિષ્યને લઈ મોટી આગાહી કરી છે. તેમણે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે દુનિયા ઈતિહાસના સૌથી મોટા ફાયનાન્શિયલ બબલ (Financial Bubble) પર આવીને ઉભી છે. આ એવો ફુગ્ગો ફુલ્યો છે કે જે ગમે ત્યારે ફૂટી શકે છે. તેમણે લખ્યું કે તેને ફાટવાના એક વર્ષ બાદ સોના-ચાંદી અને ક્રિપ્ટોકરન્સીમાં અસહ્ય તેજી આવી શકે છે.
કિયોસાકીએ તેમની પોસ્ટમાં લખ્યું છે કે આ ગુબ્બારો ફૂટ્યા બાદ સોના તથા ચાંદીની કિંમતો (Silver Price)માં અસાધારણ તેજી જોવા મળશે. આંતરરાષ્ટ્રીય બજારમાં એક જ વર્ષમાં સોનાની કિંમત (Gold Price) 35 હજાર ડોલર પ્રતિ ઔંસ થઈ જશે. અત્યારે તે આશરે 5000 ડોલર પ્રતિ ઔંસ છે. એટલે કે એક જ વર્ષમાં સોનાની કિંમત આશરે 7 ગણી વધી જશે.
આ પણ વાંચો
BIGGEST BUBBLE BUST
— Robert Kiyosaki (@theRealKiyosaki) March 16, 2026
I do not know what pin, what event will pop the biggest bubbles in histor. What ever the event, the pin is near.
It’s not IF. It’s WHEN.
When the bubbles go bust I predict gold will hit $35,000 an ounce one year after the gold bubble goes pop..
I predict…
બીજી બાજુ ચાંદી અંગે તેમણે લખ્યું છે કે આર્થિક મોરચે વિશાળ સ્વરૂપ ધારણ કરી રહેલ ફુગ્ગો એક વર્ષ બાદ આ ધાતુની કિંમત 200 ડોલર પ્રતિ ઔંસ થઈ જશે. અત્યારે ચાંદી આસરે 82 ડોલર આસપાસ કામકાજ કરી રહેલ છે. કિયોસાકીની ભવિષ્યવાણી સાચી પડશે તો ભારતમાં સોના ચાંદીના ભાવમાં અત્યંત મોટો ઉછાળો આવશે.
સોનાના 10 ગ્રામદીઠ ભાવ 10 લાખ પહોંચી જશે
જ્યારે ચાંદીના ભાવ કીલોના ભાવ 6 લાખ પહોંચી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કિયોસાકી લાંબા સમયથી ગોલ્ડ અને બિટકોઈનમાં સુરક્ષિત રોકાણ માની રહ્યા છે.
વિશ્વમાં જંગી દેવાનો ફુગ્ગો ફૂલી રહ્યો છે
કિયોસાકીના મતે વિશ્વભરના અર્થતંત્રો પર એટલું વિશાળ પ્રમાણમાં દેવું વધી ગયું છે કે પૈસા છાપવા અને ફાયનાન્શિયલ એન્જીનિયરિંગ એવું થઈ ગયું છે કે હવે એક મોટો ફુગ્ગો બની ચુક્યો છે. તેમણે કહ્યું કે તેમને નથી ખબર કે આ ફુગ્ગો કોણ ફોડશે. પણ તેમણે સ્પષ્ટ સંકેત આપ્યાં કે આ ઘટના બહું દૂરની નથી.
